શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત ભાજપના વધુ એક સાંસદને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો કોણ છે આ સાંસદ?
અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ. તેમના પત્નીને પણ કોરોના પોઝિટિવ આવ્યો.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા ચારેક દિવસથી તો કોરોનાના દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે ભાજપના વધુ એક સાંસદ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. અમદાવાદ પશ્ચિમના સાંસદ બાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સોમવારે લક્ષણ જણાતા હસમુખ પટેલે ટેસ્ટ કરાવ્યો હતો. હસમુખ પટેલના પત્નીને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. હસમુખ પટેલ પોતાના ઘરે હોમ આઇસોલેટ થયા છે. હસમુખ પટેલ સોમવારે કોરોના વિજય રથ પ્રસ્થાનના ઉદ્ઘાટનમાં ગયા હતા. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં ગુજરાતમાં ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પોરબંદરના સાંસદ રમેશ ધડૂક, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને સાંસદ કિરીટ સોલંકી કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
એટલું જ નહીં, ગુજરાતમાં કેટલાય ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion