શોધખોળ કરો

Booster Dose: રાજ્યમાં વિનામૂલ્યે પ્રિ-કોશન ડોઝ આપવાની કામગીરીનો સીએમ ભુપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

VACCTINATION: આજથી દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોનાના બુસ્ટર ડોઝ ફ્રીમાં આપવાની શરૂઆત થઈ છે. આ કડીમાં હવે ગુજરાતમાં પણ બુસ્ટર ડોઝ આપવાની શરુઆત કરવામાં આવી છે.

VACCTINATION: આજથી દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોનાના બુસ્ટર ડોઝ ફ્રીમાં આપવાની શરૂઆત થઈ છે. આ કડીમાં હવે ગુજરાતમાં પણ બુસ્ટર ડોઝ આપવાની શરુઆત કરવામાં આવી છે.

રાજ્યમાં 18+થી 59 વર્ષની વયના લોકોને વિનામૂલ્યે પ્રિ કોશન ડોઝ આપવાની કામગીરીનો આજથી પ્રારંભ થયો છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના સેક્ટર 24 અર્બન હેલ્થ સેન્ટર ખાતે  હાજર રહ્યા હતા અને તેમણે 18+ થી 59 વર્ષની વયના લોકોને વિનામૂલ્યે પ્રિ કોશન ડોઝ આપવાની કામગીરીનો આરંભ કરાવ્યો હતો. સીએમ ઉપરાંત રાજ્યના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા. તમામ સરકારી હોસ્પિટલમાં આજથી એટલે કે, 15 જુલાઈથી પ્રિકૉશન ડોઝ મળશે. જો કે ફ્રી ડોઝ આગામી 75 દિવસ માટે જ ઉપલબ્ધ હશે. ગુજરાતમાં 4.48 કરોડને બુસ્ટર ડોઝ લેવાનો બાકી છે.

ગુરુવારે કરવામાં આવી હતી જાહેરાત

તો બીજી તરફ અમદાવાદની વાત કરીએ તો શહરેમાં 33.27 લાખ લોકોને મફતમાં પ્રિકોશન ડોઝ મળશે. અત્યાર સુધી 4.45 લાખ લોકોએ જ બૂસ્ટર ડોઝ લીધો છે.
80 અર્બન હેલ્થ સેન્ટર પરથી કોરોનાની રસીનો ડોઝ લઈ શકાશે.

ભારતમાં આજથી એટલે કે 15મી જૂલાઈથી કોરોના (COVID 19) નો બૂસ્ટર ડોઝ મફતમાં આપવામા આવશે. પહેલા બૂસ્ટર ડોઝ માટે પૈસા ખર્ચવા પડતા હતા, પરંતુ આઝાદીના અમૃત પર્વના અવસર પર મોદી સરકારે આગામી 75 દિવસ સુધી મફતમાં કોરોનાનો બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી હતી. થોડા દિવસો પહેલા પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી પીએમ મોદીએ પોતે ટ્વીટ કરીને કહ્યું હતું કે રસી એ કોરોના સામેની લડાઈ છે. આ નિર્ણયથી ભારતની રસીકરણ અભિયાનને આગળ વધારવા માટે મદદ કરશે.

રસીકરણને ઝડપ મળશે

સરકારના આ નિર્ણય બાદ દેશની તમામ સરકારી હોસ્પિટલોમાં કોરોનાની રસી મફતમાં લગાવી શકાશે. સરકાર દ્વારા પણ આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કારણ કે કોરોનાની પ્રથમ અને બીજી રસીના ડોઝ માટે લોકોમાં જેવો ઉત્સાહ હતો, તેટલો જ બૂસ્ટર ડોઝને લઈને જોવા મળ્યો ન હતો. આ પાછળનું એક મોટું કારણ એ પણ હતું કે તે સામાન્ય લોકોને મફતમાં આપવામાં આવતો ન હતો. આ માટે તેમને પૈસા ચૂકવવા પડતા હતા. કોરોનાના કેસોમાં ઘટાડો થવાને કારણે લોકોમાં આવી બેદરકારી જોવા મળી હતી. જો કે, ઘણા આરોગ્ય નિષ્ણાતો વારંવાર ચેતવણી આપી રહ્યા છે કે લોકોએ તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા જોઇએ નહી અને બને તેટલી જલદી બૂસ્ટર ડોઝ લઇ લેવો જોઇએ. કારણ કે દેશમાંથી કોરોના નાબૂદ થયો નથી.

નોંધનીય છે કે દેશમાં અત્યાર સુધીમાં રસીના 199 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં ત્રીજા કે બૂસ્ટર ડોઝની સંખ્યા લગભગ 5 કરોડ છે. હવે એવી અપેક્ષા છે કે આગામી થોડા દિવસોમાં આ આંકડો ઝડપથી વધશે. 18-59 વર્ષની વયના લોકો માટે બૂસ્ટર ડોઝ આ વર્ષે 10 એપ્રિલથી શરૂ થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
અમદાવાદને મળી અદ્યતન RTO કચેરીની ભેટઃ 62 કરોડ ખર્ચે તૈયાર થયેલા હાઈટેક ભવનનું નાયબ મુખ્યમંત્રીના હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
અમદાવાદને મળી અદ્યતન RTO કચેરીની ભેટઃ 62 કરોડ ખર્ચે તૈયાર થયેલા હાઈટેક ભવનનું નાયબ મુખ્યમંત્રીના હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત
બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
Embed widget