શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ પાંચ હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી ચૂકેલા ડૉ. એચ એલ ત્રિવેદીનું નિધન
તેઓ સુરેન્દ્રનગરના ચોરાવડ ગામના વતની હતા
અમદાવાદઃ વિશ્વભરમાં તબીબી ક્ષેત્રે માનવ કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે જાણીતા બનેલા ડૉ.એચ.એલ ત્રિવેદીનું આજે નિધન થયું હતું. તેઓ છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. તેઓ 5000થી પણ વધુ કિડનીનું ટ્રાન્સપ્લાટ કરી ચૂક્યા છે. તેમણે અમદાવાદમાં ભારતની સર્વશ્રેષ્ઠ કિડની હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ઉભું કર્યું હતું.
એચ.એલ ત્રિવેદીનું આખુ નામ ડો. હરગોવિંદ લક્ષ્મીદાસ ત્રિવેદી છે. તેઓ સુરેન્દ્રનગરના ચોરાવડ ગામના વતની હતા. શરૂઆતમાં તેમણે બી.જે મેડિકલ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી હતી, ત્યારબાદ તેઓ કેનેડા જઇને વસી ગયા હતા. પરંતુ બાદમાં તેઓ પાછા ભારત આવ્યા હતા. અહીં અમદાવાદમાં તેમણે સિવિલ હોસ્પિટલમાં કિડની હોસ્પિટલની શરૂઆત કરી હતી. ડૉ.ત્રિવેદીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.ડૉ.ત્રિવેદીએ અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં વર્ષ 1990માં કિડની હૉસ્પિટલની સ્થાપના કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement