શોધખોળ કરો
Advertisement
અમદાવાદ: શહીદોને શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં પાટીદારોનો હોબાળો, કરી ઝપાઝપી, જુઓ વીડિયો
અમદાવાદ: રવિવારે સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે ‘‘એક શામ શહીદો કે નામ’’ ચેરિટી શૉનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ હાર્દિક પટેલથી નારાજ ‘પાસ’ના પાયાના સભ્યો ચિરાગ તેમજ કેતન પટેલની આગેવાનીમાં કરાયું હતું. કાર્યક્રમનો ઉદ્દેશ પોલીસદમનમાં માર્યા ગયેલા પાટીદારો અને ઉરીમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ તેમજ તેમના પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાનો હતો. આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના નેતાઓ વચ્ચે વિવાદ થતાં ભારે હંગામો થયો હતો.
અમરીશ પટેલ નામના એક આગેવાનને સ્ટેજ પર ન બોલાવતાં પાટીદારોના બે જુથના લોકો સામસામે આવી ગયા હતા. જે બાદ અફરાતફરી થઈ હતી. અમરીશ પટેલ તેમજ તેમના પુત્ર તીર્થ પટેલ અને ચિરાગ તેમજ કેતન પટેલ વચ્ચે મંચ પરની વ્યવસ્થાને લઈને ગરમાગરમી થઈ હતી. જે એટલી બધી ઉગ્ર થઈ ગઈ કે અંતે એકબીજા સાથે ધક્કામુક્કીમાં પરિણમી હતી. આ સ્થિતિને થાળે પાડવા માટે ભાજપ શહેર યુવા મોરચાના આગેવાન હિમાંશુ પટેલ તેમજ એસપીજીના આગેવાન પૂર્વીન પટેલે અમરીશ પટેલ તેમજ તીર્થ પટેલને પકડીને મંચથી દૂર લઈ જવા પડ્યા.
કેટલાક લોકોએ મીડીયાકર્મીઓ સાથે પણ ગેરવર્તણુંક કરી હોવાનું સામે આવ્યું છે. જો કે પૂર્વીન પટેલનું કહેવું છે કે બે ઘડી માટે થયેલા મનદુ:ખને કારણે આ સ્થિતિ ઊભી થઈ હતી પરંતુ ત્યાર બાદ બધું થાળે પડી ગયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion