શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનમેન્ટની અસ્પષ્ટ નીતિથી લોકો પરેશાન, ટેસ્ટ નેગેટિવ છતાં પતરા મારવાનો આરોપ
શહેરના ગોતા વિસ્તારમાં આવેલા આકાશ પરિસરના 64 મકાનો અને 250 જેટલા રહીશોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.
અમદાવાદ: રાજ્યમાં દિવાળીના તહેવાર કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે શહેરના ગોતા વિસ્તારમાં આવેલા આકાશ પરિસરના 64 મકાનો અને 250 જેટલા રહીશોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. આ વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરાતા આકાશ પરિસરના લોકો નારાજ થયા છે.
જેનો રિપોર્ટ નેગેટિવ છે તેનો રિપોર્ટ પોઝિટિવ બતાવી અને પતરા મારી દીધા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. કોર્પોરેશનની અલગ એજન્સીઓ વચ્ચે સંકલનના અભાવે નાગરિકોને પરેશાન થવું પડી રહ્યું હોવાની પણ લોકોની ફરિયાદ છે.
આખા આકાશ પરિસરમાં નવ જેટલા કેસ આવતા 250 લોકોને કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવા વ્યાજબી નહીં હોવાની લોકોની રજૂઆત છે. માઈક્રો કન્ટેન્ટ વિસ્તાર જાહેર કરતાં મહિલાઓની મુશ્કેલી વધી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion