શોધખોળ કરો

ખંભાત કોમી હિંસા અંગે હાઇકોર્ટમાં પિટિશન, CID ક્રાઇમ, CBIને તપાસ સોંપવા કરી માંગ

Khambhat communal violence : નિષ્પક્ષ તપાસ માટે અન્ય તપાસ એજેન્સીને તપાસ આપવાની પણ માંગણી કરવામાં આવી છે. આ સાથે કોમી હિંસામાં થયેલી તોડફોડ બદલ વળતરની પણ અરજીમાં માંગણી કરવામાં આવી છે.

AHMEDABAD :  ખંભાતમાં થયેલી કોમી હિંસા અંગે મોટા સમાચાર સમયે આવ્યાં  છે. ખંભાતમાં થયેલી કોમી હિંસા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન ફાઈલ કરવામાં આવી છે. કોમી હિંસાના કામે નોંધાયેલી FIR ની તપાસ CID  ક્રાઇમ અથવા CBI  સોંપવા અરજીમાં માગણી કરવામાં આવી છે. નિષ્પક્ષ તપાસ માટે અન્ય તપાસ એજેન્સીને તપાસ આપવાની પણ માંગણી કરવામાં આવી છે.  આ સાથે  કોમી હિંસામાં થયેલી તોડફોડ બદલ વળતરની પણ અરજીમાં માંગણી કરવામાં આવી છે. 

રામનવમીના દિવસે બની હતી ઘટના 
આણંદના ખંભાતમાં 10 એપ્રિલે રામનવમીના દિવસે જૂથ અથડામણ થઇ હતી અને હિંસા ફાટી નીકળી હતી.   પથ્થરમારો કરી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર વિરુદ્ધ પોલીસે કાર્યવાહી  કરી હતી. ખંભાત શહેર પોલીસે 61 લોકો વિરુદ્ધ નામ જોગ ફરિયાદ દાખલ કરી હતી  અને અન્ય 100 લોકોના ટોળા વિરુદ્ધ પણ  પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.  આ સાથે જ ખંભાત પોલીસે જૂથ અથડામણમાં સામેલ તોફાની તત્વોની પણ ક્રોસ ફરિયાદ નોંધી છે. શોભા યાત્રામાં શામેલ 4 લોકો તેમજ 1હજારના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. 

એકનું મૃત્યુ, 9 લોકોની ધરપકડ 
રામનવમીના દિવસે ખંભાતમાં થયેલી જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. મૃતકના પરિજનોએ રાજ્ય સરકાર પાસે આર્થિક સહાયની માગ કરી છે.ઘરના મોભીનું નિધન થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ગંધરકવાડા ખાતે રહેતા મૃતક કનૈયાલાલ રાણાના પરિવારમાં 3 બાળકો, ધર્મપત્ની અને માતાનો સમાવેશ થાય છે. મૃતકના પુત્રએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરી હતી.

10 પોલીસકર્મી સહિત 30થી વધુ લોકો ઘાયલ થયા હતા
રામનવમીના દિવસે નીકળેલી શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ પોલીસે શહેરમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. રામજી મંદિરથી નીકળેલી શોભાયાત્રા પર એક જૂથ દ્રારા પથ્થરમારો કરવામાં આવતા સ્થિતિ ગંભીર બની હતી. ત્યાર બાદ આમને સામને થયેલા પથ્થરમારામાં 10 પોલીસકર્મી સહિત 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ પોલીસમાં પીઆઈ અને ડીવાયએસપીનો પણ સમાવેશ થાય છે. શહેરમાં 2 દુકાનો અને 2 ઘરને આગ પણ ચાપવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?

Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી

WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ

Amreli: અમરેલીના ખાલસા કંથારીયામાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાધી
Amreli: અમરેલીના ખાલસા કંથારીયામાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાધી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Salman Khan Threaten Call : ફરી સલમાન ખાનને ધમકી, 'જીવતા રહેવું હોય તો અમારા મંદિરમાં જઈ માફી માંગે'Mehsana Group Clash : મહેસાણામાં બે જૂથ વચ્ચે મારામારી , ગામમાં અજંપાભરી શાંતિAmreli Lion Attack : અમરેલીમાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાતા લોકોમાં રોષUS Elections 2024 : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે અંતિમ મતદાન, જુઓ કોણ મારશે મેદાન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
Amreli: અમરેલીના ખાલસા કંથારીયામાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાધી
Amreli: અમરેલીના ખાલસા કંથારીયામાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાધી
Bank locker rules: બેન્ક લોકરના નિયમોમાં ફેરફાર, હવે દેશની ટોચની બેન્કોમાં આપવા પડશે આટલા રૂપિયા

RBI Recruitment 2024: ભારતીય રિઝર્વ બેન્કમાં સરકારી નોકરીની તક, બે લાખથી વધુ મળશે પગાર

Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત

Embed widget