PM મોદી ડિગ્રી વિવાદ: અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહની અરજી સેશન્સ કોર્ટે ફગાવી, આ તારીખે થશે સુનાવણી
પીએમ મોદીની ડિગ્રી સાથે જોડાયેલો આ આખો મામલો સાત વર્ષ જૂનો છે. એપ્રિલ 2016માં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને કેજરીવાલ પાસેથી તેમના ચૂંટણી ફોટો ઓળખ કાર્ડ અંગે માહિતી માંગી હતી.
Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીની બદનક્ષી કેસનો વિવાદના મામલે અપડેટ સામે આવ્યુ છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને સાંસદ સંજય સિંહ તરફથી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. રિવિઝન અરજી દાખલ કરીને તત્કાળ સુનાવણી માટે અરજી કરવામાં આવી હતી. આ અરજીને સેશન્સ કોર્ટ ફગાવી દીધી હતી. રિવિઝન અરજી પર તત્કાલ સુનાવણીની માંગણી સેશન્સ કોર્ટે ફગાવી હતી. 16 સપ્ટેમ્બરના રોજ રીવિઝન અરજી પર સુનાવણી થશે. અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ સામે ઈશ્યુ થયેલા સમન્સને રિવિઝન અરજીના સ્વરૂપમાં પડકાર અપાયો છે.
11 ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સમીર દવેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિવાદ બાદ થયેલા માનહાનિના કેસની સુનાવણી પર વચગાળાનો સ્ટે લાદીને રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ વિરુદ્ધ માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. અરવિંદ કેજરીવાલે પીએમ મોદીની ડિગ્રી પર ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર રિવિઝન પિટિશન દાખલ કરી હતી.
ક્યારનો છે કેસ
પીએમ મોદીની ડિગ્રી સાથે જોડાયેલો આ આખો મામલો સાત વર્ષ જૂનો છે. એપ્રિલ 2016માં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને કેજરીવાલ પાસેથી તેમના ચૂંટણી ફોટો ઓળખ કાર્ડ અંગે માહિતી માંગી હતી. જવાબમાં કેજરીવાલે કહ્યું હતું કે તેઓ CICને માહિતી આપવા તૈયાર છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી જાહેર કરવા માટે કહેવામાં આવે. સીઆઈસીએ કેજરીવાલના જવાબને આરટીઆઈ અરજી તરીકે ગણતો આદેશ પસાર કર્યો હતો. જેમાં ગુજરાત યુનિવર્સિટીને પીએમ મોદીની ડિગ્રીની વિગતો આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે 31 માર્ચ, 2023ના રોજ પોતાનો ચુકાદો આપતાં CICને આપેલા આદેશને રદ કર્યો અને કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો. હાઈકોર્ટના નિર્ણય બાદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગુજરાત યુનિવર્સિટીનો આરોપ છે કે કેજરીવાલે આમાં યુનિવર્સિટીને બદનામ કરી છે. આ પછી, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર વતી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં કેજરીવાલ તેમજ સંજય સિંહ પર માનહાનિનો આરોપ છે.
આ પણ વાંચોઃ