(Source: ECI/ABP News/ABP Majha)
Surat News: સુરતમાં વકર્યો રોગચાળો, વધુ એક વ્યક્તિના મોતથી હાહાકાર
સુરત શહેરમાં જુદાજુદા વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ડેન્ગ્યુ, ઝાડા-ઉલ્ટી, તાવ, મલેરીયા, કોલેરા સહિતની બિમારીમાં દર્દીઓ ઝપેટમાં આવી રહ્યા છે.
Surat: સુરતમાં વધુ એક વ્યક્તિનું રોગચાળાથી મોત થયું છે. પાંડેસરામાં રહેતો 27 વર્ષીય સાગર નામના યુવકનું મોત થતા પરિવાર શોકમગ્ન થઈ ગયો છે. યુવક બે દિવસ તાવની બીમારીથી પીડાતો હતો, તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. યુવકને કોઈ પણ પ્રજારની ગંભીર બીમારી ન હતી. સુરત શહેરમાં અત્યાર સુધીમાં પાણીજન્ય રોગચાળાથી અત્યાર સુધીમાં 34 લોકોના મોત નિપજ્યા છે. વધી રહેલા રોગચાળાને લઈ સુરત મહાનગરપાલિકાની કામગીરીને લઈ અનેક સવાલો ઊભા થયા છે.
સુરત શહેરમાં જુદાજુદા વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ડેન્ગ્યુ, ઝાડા-ઉલ્ટી, તાવ, મલેરીયા, કોલેરા સહિતની બિમારીમાં દર્દીઓ ઝપેટમાં આવી રહ્યા છે. આ સિઝનમાં અત્યાર સુધી રોગચાળામાં કુલ 30થી વ્યકિતઓ મોતને ભેટ્યા છે. તાજેતરમાં સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં પાણી-મચ્છરજન્ય બિમારી વાવર યથાવત છે. ગોડાદરામાં તાવ અને અને ફેંફસામાં તકલીફ થયા બાદ યુવાન જ્યારે અમરોલીમાં તાવ આળ્યા બાદ આધેડનું મોત નિપજ્યું હતું.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ ગોડાદરામાં કેશવનગરમાં રહેતો ૩૨ વર્ષીય તેજનારાયણ રામબાલક સીંગને છેલ્લા ચાર દિવસથી તાવ આવતો અને ટી.બીની અસર એટલે ફેંફસામાં તકલીફ હતી. જોકે ચાર દિવસ પહેલા તેમને સારવાર માટે નવી સિવિલમાં દાખલ કર્યો હતો. જયાં સારવાર દરમિયાન રવિવારે સાંજે તેનું મોત નીંપજયુ હતું. જયારે તેજનારાયણ મુળ બિહારનો વતની હતો. તે સિક્યુરીર્ટીગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. તેને એક સંતાન છે.
બીજા બનાવમાં અમરોલીમાં છાપરાભાઠા ખાતે રહેતા 50 વર્ષીય બાલુભાઇ બારૈયાને બે-ત્રણ દિવસથી તાવ સહિતની બિમારી પીડાતા હતા. જોકે રવિવારે બપોરે તેમની તબિયત વધુ બગડતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. તે મુળ અમરેલીના વતની હતા અને શાકભાજીનો ધંધો કરતા હતા.
ફક્ત સુરત જ નહી પરંતુ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ રોગચાળાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાના કેસમાં એક જ અઠવાડિયામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓની હાઉસફૂલ થઈ રહી છે. તો મનપાએ પણ તકેદારીના ભાગરૂપે જે વિસ્તારમાં સૌથી વધારે કેસ નોંધાયા છે ત્યાં ફોગિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.