PM Modi in Ahmedabad: PM મોદીએ ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીનું અમદાવાદમાં વર્ચુઅલ ઉદ્ઘાટન કર્યું, કહી આ વાત
પીએમ મોદીએ એમ પણ કહ્યું, હું Indo-Japan Friendship Association of Gujaratના સાથીઓને અભિનંદન આપું છું. જેણે ભારત-જાપાનના સંબંધોને ઉર્જા આપવાનું સતત કામ કર્યું છે. જાપાન ઈન્ફોર્મેશેન અને સ્ટડી સેન્ટર પણ આની મિસાલ છે.
અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં જાપાની ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીનું વર્ચુઅલ ઉદ્ઘાટન કર્યુ હતું. આ અવસરે બોલતાં તેમણે કહ્યું ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીના લોકાર્પણનો અવસર ભારત-જાપાન સંબંધોની સહજતા અને આધુનિકતાનું પ્રતીક છે. મને વિશ્વાસ છે કે જાપાનીઝ ઝેન ગાર્ડન અને કાઈઝેન એકેડમીની સ્થાપના ભારત અને જાપાનના સંબંધોને મજબૂત કરશે, આપણા નાગરિકોને વધુ નજીક લાવશે. ગવર્નર ઈદો 2017માં અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીની સ્થાપનામાં તેમનું અમૂલ્ય યોગદાન છે.
પીએમ મોદીએ એમ પણ કહ્યું, હું Indo-Japan Friendship Association of Gujaratના સાથીઓને અભિનંદન આપું છું. જેણે ભારત-જાપાનના સંબંધોને ઉર્જા આપવાનું સતત કામ કર્યું છે. જાપાન ઈન્ફોર્મેશેન અને સ્ટડી સેન્ટર પણ આની મિસાલ છે. મને કહેવામાં આવ્યું છે કે રાજ્યની એક યુનિવર્સિટી જાપાની ભાષા શીખવા માટે કોર્સ શરૂ કરવાની છે. હું ઈચ્છીશ કે ગુજરાતમાં જાપાનની સ્કૂલ સિસ્ટમનું એક મોડલ બને. જાપાનની સ્કૂલ સિસ્ટમમાં જે રીતે આધુનિકતા, શ્રમ અને નૈતિક મૂલ્યો પર જોર આપ્યું છે તેનો હું પ્રશંસક રહ્યો છું.
ભારત અને જાપાન જેટલા પ્રગતિ અને ઉન્નતિ માટે સમર્પિત રહ્યા છે તેટલા જ આંતરિક શાંતિ અને પ્રગતિને પણ મહત્વ આપ્યું છે. જાપાનીઝ ઝેન ગાર્ડન શાંતિની આ ખોજને, આ સાદગીની સુંદર અભિવ્યક્તિ છે. ભારતના લોકોએ સદીઓથી જે શાંતિ, સહજતા અને સરળતાને યોગ તથા અધ્યાત્મ દ્વારા શીખ્યા, સમજ્યા છે તેની એક ઝલક જોવા મળે છે. તેવી જ રીતે જાપાનમાં ઝેન છે તો ભારતમાં ધ્યાન છે. જે વર્તમાનમાં આપણા ઈરાદાને મજબૂતાઈથી સતત આગળ વધવાની આપણી ઈચ્છાશક્તિના જીવતા જાગતા સબૂત છે.
PM Modi inaugurates Zen Garden, Kaizen Academy in Ahmedabad, elaborates on his vision of creating Mini-Japan in Gujarat
— ANI Digital (@ani_digital) June 27, 2021
Read @ANI Story |https://t.co/rIDV2L0cId pic.twitter.com/YlOKsqjxnW
મોદીએ એમ પણ કહ્યું, કાર્યક્રમ સાથે જોડાયેલા જાપાનના આપણા અતિથિ જાણે છે કે મારો વ્યક્તિગત રીતે જાપાન સાથે કેટલો લગાવ છે. જાપાનના લોકોને સ્નેહ, કાર્યશૈલી, કૌશલ, અનુશાસન હંમેશા પ્રભાવિત કરનારું રહ્યું છે. તેથી હું કહું છું- I wanted to create Mini-Japan in Gujarat. જેની પાછળનો મુખ્ય ભાવ જાપાનના લોકો ગુજરાત આવે તો તેમણે જાપાનમાં જેવો ભાવ મળે છે તેઓ અહીં પણ મળે તેવો છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટના પ્રારંભથી જાપાન કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયું હતું. આજે પણ વાયબ્રન્ટ સમિટમાં જે મોટ મોટા ડેલિગેશન આવે છે, તેમાંથી એક જાપાનનું હોય છે. જાપાને ગુજરાતની ધરતી પર, અહીંયાના લોકોના સામર્થ્ય પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તે જોઈને સંતોષ થાય છે.