PM Modi Roadshow: PM મોદીએ અમદાવાદમાં મેગા રોડ શો દરમિયાન પોતાનો કાફલો રોકી એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો, VIDEO
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાની 89 બેઠકો પર મતદાન થયું હતું. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અમદાવાદ પહોંચ્યા છે.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાની 89 બેઠકો પર મતદાન થયું હતું. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અમદાવાદ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદીનો અમદાવાદમાં મેગા રોડ શો યોજાયો છે. નરોડાથી પ્રધાનમંત્રી મોદીએ રોડ શોની શરુઆત કરી હતી. આ રોડ શો 32 કિલોમીટર સુધી ચાલશે. આ રોડ શોમાં 14 વિધાનસભા મતવિસ્તારને આવરી લેવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી ખુલ્લી જીપમાં સવાર છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પોતાના મેગા રોડ શો દરમિયાન પોતાનો કાફલો રોકી એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો આપ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
#WATCH | Prime Minister Narendra Modi stopped his convoy to give way to an ambulance during his massive roadshow in Gujarat's Ahmedabad.
— ANI (@ANI) December 1, 2022
(Source: DD) pic.twitter.com/3GJBuCDqFN
અમદાવાદના નરોડાથી ચાંદખેડા સુધીના વિસ્તારમાં 50 કિમી લાંબો જાજરમાન રોડ શો યોજાઇ રહ્યો છે. પીએમ મોદીનો અમદાવાદમાં આ પહેલો રોડ શો છે. તેમના મેગા રોડ શો માટે ભાજપ દ્વારા તમામ તૈયારી કરવામાં આવી હતી. સૌથી લાંબા આ રોડ શોમાં અમદાવાદની 14 વિધાનસભા બેઠકો કવર કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીના મેગા રોડ શોના કારણે પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે.
આ રોડ શો દરમિયાન પ્રધાનમંત્રી મોદીનું અલગ-અલગ જગ્યાએ સ્વાગત કરવામાં આવશે. જેમાં વિધાનસભાના ભાજપના ઉમેદવારો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ સ્વાગત કરશે. જેને લઇને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ મોદીની લોકચાહના જોતાં હજારો લોકો આ રોડ શોમાં ઉમટી પડ્યા છે.
પ્રથમ તબક્કાની 89 બેઠક પર 59 ટકા મતદાન
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થયું હતું. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર 59 ટકા મતદાન થયું છે. મતદાનની ટકાવારી ઓછી હોવાથી ઉમેદવારોના જીવ તાળવે ચોટ્યા છે. સવારથી મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. જો કે 5 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. પહેલા તબક્કાનું 59 ટકા મતદાન નોંધાયું છે. ઓછા મતદાનથી ઉમેદવારો પણ ભારે મૂંઝવણમાં મૂકાયા છે.
પોલીસ અને અર્ધલશ્કરી દળની સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ મતદાન રહ્યું હતું. ઇવીએમ અને વીવીપેટ મશીનો સીલ કરાયા હતા. પોલીસ સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ અને વીવીપેટ મશીન મોકલાયા છે. આગામી 8 તારીખે મત ગણતરીના દિવસે પેટીઓ ખોલવામાં આવશે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર શાંતિ પૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. આજે બે-ત્રણ જગ્યાએ નાની મોટી બબાલ જોવા મળી હતી. જો કે બાકી જગ્યાએ શાંતિ પૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે.