(Source: ECI/ABP News/ABP Majha)
યુવક આપઘાત કરવા ટ્રેન સામે કૂદી ગયો ને પોલીસે કૂદીને કેવી રીતે બચાવ્યો જીવ? અમદાવાદ પોલીસે વીડિયો કર્યો ટ્વીટ
અમદાવાદ પોલીસે ટ્વિટ કરી વીડિયો વાયરલ કર્યો છે. રેલવે ટ્રેક પર યુવકે ટ્રેન આવતા સમયે જ છલાંગ લગાવી હતી. પોલીસ કોન્સ્ટેબલે જાનની પરવાહ કર્યા વગર યુવકની બચાવી જાન.
અમદાવાદઃ અમદાવાદ પોલીસે ટ્વિટ કરી વીડિયો વાયરલ કર્યો છે. રેલવે ટ્રેક પર યુવકે ટ્રેન આવતા સમયે જ છલાંગ લગાવી હતી. પોલીસ કોન્સ્ટેબલે જાનની પરવાહ કર્યા વગર યુવકની બચાવી જાન. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. 23 માર્ચની ઘટના છે. જોકે, વીડિયો ક્યાંનો છે તે અંગે સ્પષ્ટતા નહિ.
Salute to the Jawan. pic.twitter.com/59I3pRRNcR
— Ahmedabad Police 👮♀️અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) March 24, 2022
Surat : 'મેં માં બનનેવાલી થી તબ મુજે પીટા. યે સબ દર્દ લેકર મેં નહીં જી સકતી', હોટેલ રિસેપ્શનિસ્ટે કરી લીધો આપઘાત
સુરત : વેસુની કાસા બ્લેન્કા હોટલના માલિકે દગો આપતાં રિસેપ્શનિસ્ટે રૂમમાં આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતીએ આપઘાત કરતાં પહેલા સૂસાઇડ નોટ લખી છે, જેમાં અનેક ધડાકા કર્યા છે. પોલીસે સૂસાઇડ નોટના આધારે હોટલ માલિક સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. સુરતની ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, વેસુમાં ગ્રીન સિગનેચર પ્રાઈમ શોપર્સની કાસા બ્લેન્કા હોટલની રિસેપ્શનિસ્ટે હોટલના રૂમમાં ફાંસો ખાધો હતો. યુવતીએ હોટલના માલિક સંજય કુંભાણીના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. મૂળ નેપાળની અને એક મહિનાથી કાસા બ્લેન્કામાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી 30 વર્ષીય યુવતીએ રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધો હતો. ફોરેન્સિક પીએમમાં ફાંસો ખાવાથી મોત થયાનું ખૂલ્યું છે. જોકે ગર્ભ વિષયક તપાસ માટે સેમ્પલ લેબમાં મોકલાયા છે.
યુવતીએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે, ‘આખિર ક્યું આપને મેરે સાથ એસા કિયા. મેને આપસે પ્યાર કે અલાવા કુછ નહીં માંગા. આપને મેરી માં કો ભી ગાલી દિયા. 6 મહિને પહલે મે માં બનને વાલી થી, તબ બચ્ચે કે નામ કો દુસરે સે જોડ દિયા. મજબૂર હોકર મુજે બચ્ચા ગીરાના પડા. મેં માં બનનેવાલી થી તબ મુજે પીટા. યે સબ દર્દ લેકર મેં નહીં જી સકતી. મેં જો ભી કરને જા રહી હું સંજય સિર્ફ આપકી વજહ સે. આપ ભલે અમીર હોંગે, પુલિસ માફ કર દેગી પર મેં નહી.