Ahmedabad: બોપલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે થયો મોટો ખુલાસો,હત્યારાનું નામ સાંભળીને ચોંકી જશો
Ahmedabad: અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બર રવિવારના રોજ થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસે હત્યારાની ઓળખ કરી લીધી છે.
Ahmedabad: અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બર રવિવારના રોજ થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસે હત્યારાની ઓળખ કરી લીધી છે અને તેમની પંજાબથી ધરપકડ પણ કરી લેવામાં આવી હોવાની વાત સામે આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર વિદ્યાર્થી પ્રિયાંશું જૈનની હત્યા કરનારો પોલીસકર્મી જ નિકળ્યો છે. પોલીસકર્મી વિરેંદ્રસિંહ પઢિયારે હત્યા કર્યાની કબૂલાત કરી છે.
અમદાવાદનો પોલીસકર્મી જ વિદ્યાર્થીનો હત્યારો નિકળતા અનેક સવાલો ઉઠ્યા છે. રક્ષક જ ભક્ષક નિકળતા પોલીસની કામગીરી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોંસ્ટેબલ વિરેંદ્રસિંહ પઢિયારે MICAના વિદ્યાર્થીની હત્યા કર્યાની વાતથી સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. વિરેંદ્રસિંહ પઢીયાર હત્યા કર્યા બાદ પંજાબ ફરાર થયો હતો. જે બાદ પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા કર્યા. પોલીસે કેચમા આધારે આરોપી શોધખોળ આદરી હતી. અમદાવાદ સીટી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી છે.
શું હતી સમગ્ર ઘટના?
બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, પ્રિયાંશુ જૈન ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી હતો અને માઇકા કોલેજમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. 10 નવેમ્બરના રોજ રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ પૃથ્વીરાજ અને પ્રિયાંશુ સાથે મિત્રનું બુલેટ લઇને બોપલ સરકારી ટ્યૂબવેલ પાસે આવેલી દુકાને સૂટ સિવડાવવા માટે ગયા હતા. બાદમાં વકીલ બ્રિજ પાસે નાસ્તો કરી કોલેજ તરફ જઇ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતી એક કારે બુલેટ પાસેથી ટર્ન લીધો હતો. જેથી પ્રિયાંશુએ કાર ચાલકને કાર ધીમે ચલાવવાનું કહ્યું હતું. જોકે બાદમાં કાર ચાલક તેમની પાછળ આવ્યો હતો અને બુલેટ રોકવાનું કહીને બોલાચાલી કરવા લાગ્યો હતો.
બાદમાં પ્રિયાંશુ અને કાર ચાલક વચ્ચે ઝઘડો થયો હતો. જેથી ઉશ્કેરાયેલા કાર ચાલકે છરીથી પ્રિયાંશુ પર હુમલો કર્યો હતો. બાદમાં કાર ચાલક કાર લઇને ફરાર થઇ ગયો હતો. બાદમાં તેના મિત્રો ગંભીર હાલતમાં પ્રિયાંશુને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન પ્રિયાંશુનું મોત નીપજ્યું હતું. ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી બોપલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો...