શોધખોળ કરો
PM નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદભાઈના પત્નીનું નિધન, જાણો વિગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાનાભાઈ પ્રહલાદભાઈના પત્નીનું 55 વર્ષે નિધન થયું હતું. ગુજરાતના સસ્તા અનાજ દુકાનદાર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદભાઇ મોદીના પત્નીનું સારવાર દરમિયાન નિધન થયું હતું.

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાનાભાઈ પ્રહલાદભાઈના પત્નીનું 55 વર્ષે નિધન થયું હતું. ગુજરાતના સસ્તા અનાજ દુકાનદાર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદભાઇ મોદીના પત્નીનું સારવાર દરમિયાન નિધન થયું હતું.
સુત્રોના જણાવ્યા પ્રમાણે 55 વર્ષીય ભગવતીબેન મોદી બીપી, ડાયાબેટિસ અને પેરાલિસિસના રોગથી પીડિતા હતા. જેમની સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી જ્યાં તેમનું નિધન થયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાનાભાઈ પ્રહલાદભાઇ મોદીના પત્નીનું નિધન થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. સિવિલ હોસ્પિટલમાંથી ભગવતીબેનના પાર્થિવ દેહને સેલેટલાઇટ નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યો છે અને સાંજે પાંચ વાગ્યે એસજી હાઈવે ઉપર આવેલા થલતેજ સ્મશાન ગૃહમાં વિધિવત રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ભગવતીબેનનું ડાયાબિટિસ વધતા તેમની તબિયત લથડી હતી અને જેના પગલે તેમને આજે બુધવારે સવારે સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સવારના 11 વાગ્યાના અસરામાં નિધન થયું હતું.
સુત્રોના જણાવ્યા પ્રમાણે 55 વર્ષીય ભગવતીબેન મોદી બીપી, ડાયાબેટિસ અને પેરાલિસિસના રોગથી પીડિતા હતા. જેમની સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી જ્યાં તેમનું નિધન થયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાનાભાઈ પ્રહલાદભાઇ મોદીના પત્નીનું નિધન થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. સિવિલ હોસ્પિટલમાંથી ભગવતીબેનના પાર્થિવ દેહને સેલેટલાઇટ નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યો છે અને સાંજે પાંચ વાગ્યે એસજી હાઈવે ઉપર આવેલા થલતેજ સ્મશાન ગૃહમાં વિધિવત રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ભગવતીબેનનું ડાયાબિટિસ વધતા તેમની તબિયત લથડી હતી અને જેના પગલે તેમને આજે બુધવારે સવારે સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સવારના 11 વાગ્યાના અસરામાં નિધન થયું હતું. વધુ વાંચો