શોધખોળ કરો

વિજય રૂપાણીની દીકરીનો સવાલઃ શુ રાજકારણીઓએ સંવેદનશીલતા, શાલીનતા ન રાખી જોઇએ ?

ગત 11મી સપ્ટેમ્બરે વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું તેમજ હવે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બન્યા છે. ત્યારે વિજય રૂપાણીની દીકરી રાધિકા રૂપાણની એક પોસ્ટ સામે આવી છે.

અમદાવાદઃ ગત 11મી સપ્ટેમ્બરે વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું તેમજ હવે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બન્યા છે. ત્યારે વિજય રૂપાણીની દીકરી રાધિકા રૂપાણની એક પોસ્ટ સામે આવી છે. તેમણે પોતાના પિતા વિશે આ પોસ્ટમાં લખ્યું છે. જે શબ્દશઃ નીચે પ્રમાણે છે.

વિજય રૂપાણી એક દિકરીની નજરે 
કાલે બહુ બધા રાજનીતિક વિશેષજ્ઞ લોકોએ વિજયભાઇના કામો અને એમના ભાજપના કાર્યકાળની ઝીણવટથી વાતો કરી. એમનો ખૂબ ખૂબ આભાર. 
એમના મતે પપ્પાનો કાર્યકાળ એક કાર્યકર્તાથી શરૂ થયો અને પછી ચેરમેન, મેયર, રાજ્યસભાના મેમ્બર, ટુરીઝમના ચેરમેન, ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રી વગેરેથી સીમીત છે પણ મારી નજરે પપ્પાનો કાર્યકાળ ૧૯૭૯ મોરબી હોનારતથી ચાલુ કરી અમરેલી અતિવૃષ્ટિ, કચ્છ ભૂકંપ, સ્વામીનારાયણ મંદિરનો આતંકવાદી હુમલો, ગોધરાકાંડ, બનાસકાંઠાની અતિવૃષ્ટિ, તાઉતે, કોરોનામાં પણ પપ્પા બધે ખડેપગે ઉભા રહ્યા છે. 
આજે પણ મને યાદ છે કે કચ્છના ભૂકંપ વખતે મારા ભાઇ ઋષભને સ્કુલના સભ્ય સાથે ઘરભેગો કરી એ પોતે રાજકોટમાં ભૂકંપની અસર અને મદદ કરવા નીકળી ગયા હતા. પોતાના ભત્રીજાના લગને Second priority માનીને ભૂકંપના બીજા દિવસે ભચાઉની ઇચાર્જ તરીકેની જવાબદારી સ્વીકારી હતી. મને અને મારા ભાઇને એક એક દિવસ સાથે લઇ જઇ ભૂકંપની વાસ્તવિકતા સમજાવી હતી અને અમને રાહતફંડમાં લોકો સાથેુ બેસાડી જમાડ્યા હતા. 
નાનપણમાં અમે રવિવાર ક્યારેય રેષકોર્સની પાળીએ કે થીયેટરમાં નહોતો માણ્યો. મમ્મી-પપ્પા અમને કોઇપણ બે ભાજપના કાર્યકર્તાના ઘરે લઇ જતા. આ એમને રીવાજ હતો. સ્વામીનારાયણ મંદિરના આતંકવાદી હુમલા વખતે My father was the first person to visit even before Modiji visited the premises. મને સાથે લઇ ગયા હતા કે અમે reality  અને લોકસંવાદના અનુભવીએ. બહુ ઓછા લોકોને ખબર હશે કે તાઉતે અને કોરાના મહાસંકટ સમયે રાત્રે ૨-૩૦ વાગ્યા સુધી જાગીને સીએમ ડેશ્કબોર્ડ અને કોલથી પપ્પાએ બધી વ્યવસ્થા કરી હતી. લોકો  વચ્ચે અને લોકસેવા એ જ એમનો મંત્ર છે. 
વર્ષો સુધી અમારા ઘરના સીમ્પલ પ્રોટોકોલ  હતા.
૧. કોઇનો પણ રાત્રે ૩ વાગ્યે કોલ આવે તો નમ્રતાથી જ વાત કરવી. 
૨. ઘરે કોઇપણ વ્યક્તિ કોઇ પણ ટાઇમે આવે પપ્પા હાજર હોય કે નહી પાણસ અને ચા-નાસ્તો કરાવવાનો જ. 
૩. હમેરા સાદો પહેરવેશ અને સાદો સ્વભાવ રાખવો.
૪. પહેલા ભણવાનું અને પછી મોજમજા.
અમારા ભણતરમાં પણ મમ્મી-પપ્પાનો ખૂબ ફાળો રહ્યો.  Professional or Master degree was a must in our household. અમે ભણી અને પગભર થઇએ પછી જ We were allowed to even think about other trivial things. આજે અમે બંને ભાઇ-બહેન અમારા ફિલ્ડમાં settled છીએ, અમે  down to earth છીએ, all thanks to our parents. 
આજે પણ મને યાદ છે કે રાજકોટમાં રોડ પર પપ્પા સાથે સ્કૂટર પર જતા હોઇએ અને જો રોડ પર ક્યાંક કોઇ અકસ્માત કે ઝઘડો થયો હોય તો સ્કુટર ઉભુ રાખીને પપ્પા ભીડ વચ્ચે જશે જરૂરી સૂચના આપશે. Ambulance મગાવશે. એમનો એ સ્વાભવ આજકાલનો નથી એ એમનો જન્મજાત સ્વભાવ છે. હંમેશા clear thinking અને લોકોને મદદ કરવાનો સ્વભાવ. 
કાલે મે એક ન્યુઝ હેડલાઇન વાંચી  - Vijaybhai’s soft spoken image worked against him. મારે એક સવાલ પૂછવાનો છે એમને, શુ રાજકારણી ઓએ સંવેદનશીલતા, શાલીનતા ન રાખી જોઇએ ? Isn’t it a necessary quality we need in a leader ? સમાજના બધા સ્તરના લોકો આવીને સહજતાથી મળી શકે એવુ વ્યક્તિત્વ એટલે Soft spoken image ? જયાં જ્યાં દાદાગીરી કે ગુનાની વાત છે ત્યાં એમણે કડક પગલા ભર્યા છે. સીએમ ડેશ્કબોર્ડથી માંડીને land garbing act, love Jihad, GUJCOCA, દારૂબંધી એના સબૂત છે પણ આખો દિવસ ગંભીર અને ભારે મુખમુરા સાથે ફરવુ એ જ નેતાની નીશાની છે ? 
અમારા household માં ઘણીવાર discussion થયુ છે કે જ્યારે આટલું બધુ corruption, negativity Indian politics માં prevalent છે. ત્યારે સાદુ વ્યક્તિત્વ અને સાદો સ્વભાવ  - will it survive ? will it be enough ?  પણ હંમેશા પપ્પાએ એક જ વાત કરી છે કે Politics અને નેતાની ઇમેજ Indian movies and age old perception થી ગુંડા અને સ્વછંદી લોકો જેવી બનાવી દેવામા આવી છે, આપણે એ જ perception બદલવાનું  છે.  પપ્પાએ ક્યારેય  જૂથબંધી કે કાવાદાવાને સમર્થન આપ્યુ નથી. એ જ એમની ખાસીયત છે. જે કોઇ રાજકીય વિશેષજ્ઞ વિચારતા હોય કે વિજયભાઇનો કાર્યકાળ સમાપ્ત. અમારા મતે Nuisance કે Resistance  કરતા RSS અને BJP ના સિધ્ધાંતો પ્રમાણે સરળતાથી સતાના લોભ વગર પદ છોડવું is more courageous than anything else!!
જય હિન્દ, ભારતમાતાની જય
Radhika Rupani

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime:  શાકભાજી વેપારી પર થયેલા ફાયરિંગમાં થયું વેપારીનું મોત, પરિવાર શોકમાંRBI Threat News:ભારતીય રિઝર્વ બેન્કને મળી ધમકી, કહ્યું-હું લશ્કરે તૈયબાનો CEO બોલુ છું..Gujarat Weather Forecast: આગામી ત્રણ દિવસમાં ઠંડીને લઈને સૌથી મોટી આગાહી, જુઓ વીડિયોમાંUSA-Canada: Dingucha Family Death Case: ગુજરાતી પરિવારના મોત મુદ્દે આવતીકાલે કરાશે ટ્રાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget