Rahul Gandhi Gujarat Visit Live: ભાજપે કૉંગ્રેસની ઓફિસ તોડી,કૉંગ્રેસ ભાજપની સરકાર તોડશેઃ રાહુલ ગાંધી
Rahul Gandhi: રાહુલ ગાંધી અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને સંબોધન કરશે.

Background
લોકસભામાં વિરોધ પક્ષના નેતા (Lop Lok Sabha Rahul Gandhi) રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. (Rahul Gandhi Gujarat Visit) લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. આવતીકાલે ગેમઝોન (Rajkot TRP Game Zone incident) અગ્નિકાંડના પીડિત પરિવારો રાહુલ ગાંધીને મળશે. અગ્નિકાંડના પીડિતો સાથે થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ ઓનલાઇન વાત કરી હતી. મૃતક આશાબેન કાથડના પરિવારજનોએ કહ્યું અમે રાહુલ ગાંધીને મળીશું. રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ રાજકોટથી પીડિત પરિવારોને અમદાવાદ લઈ જશે.
રાહુલ ગાંધીનો કાર્યક્રમ
- બપોરે 1 કલાકે 12:30 કલાકે અમદાવાદ એરપોર્ટ ટર્મીનલ 1 પર પહોંચશે રાહુલ ગાંધી
- બપોરે 1 કલાકે કોંગ્રેસના આગેવાનો સાથે વાસણા પોલીસ મથકે પહોંચશે રાહુલ ગાંધી
- બપોરે 1:30 કલાકે કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને સંબોધન કરશે
- બપોરે 2 કલાકે પોલીસ કસ્ટડીમાં રહેલા કોંગ્રેસના કાર્યકરોના પરિવારો સાથએ કોંગ્રેસ કાર્યાલય ખાતે મુલાકાત કરશે
- બપોરે 2:30 રાજકોટ અગ્નિકાંડ , મોરબી બ્રીજ દૂર્ઘટના, વડોદરા હરણીકાંડ અને સુરતના તક્ષશિલા અગ્મિકાંડમાં ભાગ બનેલા પરિવારના સભ્યો સાથે કોંગ્રેસ કાર્યલય ખાતે મુલાકાત કરશે
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ભોગ બનનાર લોકોના પરિવારજનો અમદાવાદ જવા માટે રવાના થયા છે. અમદાવાદમાં આજે ભોગ બનનારના પરિવારજનો રાહુલ ગાંધીને મળશે. આ પહેલા રાહુલ ગાંધીએ પરિવારજનો સાથે ઓનલાઈન મીટીંગ કરી હતી. રાજકોટ કોંગ્રેસના અગ્રણીઓ પીડિત પરિવારોને,રાહુલ ગાંધીને મળવા માટે અમદાવાદ લાવી રહ્યા છે.
શુક્રવારે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા હુમલાનો સામનો કરનાર કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવા રાહુલ ગુજરાતની મુલાકાતે આવશે. કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલીની ઘટનામાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી છે. 6 જુલાઇએ રાજ્યના તમામ કાર્યકર્તાઓને અમદાવાદ આવવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે કહ્યું રાજ્યનું વૈચારિક લડાઈ ને ગુંડાગીરી સુધી ન લઈ જવાય. પહેલીવાર વાર એવું બન્યું કે પક્ષની ઓફિસ પર તોડફોડ કરવામાં આવી. ભાજપના ગુંડાઓએ અસ્મિતાને કલંકિત કરી છે. કોંગ્રેસના કાર્યકરોએ દીવાલ બની રક્ષણ કર્યુ, વિના મંજૂરી એ ગુંડા આવ્યા, એમને ઉઠાવ્યા હોત તો ઘર્ષણ ન થયું હોત. કેટલાક પોલીસ અધિકારીઓનો દુરુપયોગ થયો. જો ભવિષ્યમાં આવું કોઈ અધિકારી કરશે, માફ નહી કરીએ. રાહુલ ગાંધીનું આખું ભાષણ સાંભળે તેવી લોકોને અપીલ છે.
રાહુલ ગાંધીની માનસિકતા દેશ વિરોધીઃ દિલીપ સંઘાણી
ભાજપ નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ રાહુલ ગાંધી મીડિયામાં ચમકવા આવ્યા હોવાનો આરોપ લગાવી કહ્યું, રાહુલ ગાંધીનો હેતુ યોગ્ય નથી. રાહુલ ગાંધીએ હિન્દુત્વ વિરોધી નિવેદન આપ્યું. રાહુલ ગાંધીની માનસિકતા દેશ વિરોધી છે.
ગુજરાત કોંગ્રેસની નબળાઈ ઉપર રાહુલ ગાંધીનું મોટું નિવેદન
ગુજરાત કોંગ્રેસની નબળાઈ ઉપર મોટું નિવેદન આપતાં રાહુલ ગાંધીએ કહ્યું, રેસ અને લગ્નના બે પ્રકારના ઘોડા હોય છે. ગુજરાત કોંગ્રેસના રેસના ઘોડાને લગ્નમાં અને લગ્નના ઘોડાને રેસમાં મૂકે છે. હવે ગુજરાત કોંગ્રેસના લગ્નના ઘોડાઓને લગ્નમાં જ રહેવા દેવાના છે.





















