શોધખોળ કરો

Rain: અમદાવાદમાં સિઝનનો 50 ટકાથી પણ વધુ વરસાદ ખાબક્યો, જાણો કયા ઝૉનમાં કેટલો પડ્યો ?

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર રહી છે, શરૂઆતી દિવસોમાં જ ચારેય બાજુ પાણી જ પાણી થઇ ગયુ છે.

Ahmedabad Rain: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર રહી છે, શરૂઆતી દિવસોમાં જ ચારેય બાજુ પાણી જ પાણી થઇ ગયુ છે. હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ એટલે કે અષાઢ મહિનામાં જ સિઝનનો 50 ટકાથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. અહીં અમદાવાદના આંકડા બતાવામાં આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, અમદાવાદમાં સિઝનમાં અત્યાર સુધીનો સરેરાશથી 58%થી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે, જેમાં પશ્ચિમ ઝૉનમાં સૌથી વધુ 18 ઈંચ, અને દક્ષિણ ઝૉનમાં સૌથી ઓછો 13 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં સરેરાશ 15.52 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે.  

સાંબરકાંઠાના ઇડરમાં જળબંબાકાર, સૌથી વધુ 5 ઇંચ વરસાદ: રાજ્યના ૬ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ એક ઇંચથી વધુથી વરસાદ વરસ્યો છે. સાંબરકાંઠાના ઇડરમાં સૌથી વધુ ૫.૮૪ ઇંચ વરસાદ તથા રાજ્યના ૬ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય ૧૪૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૧ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૨૨.૦૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૪.૮૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૦.૬૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૩૪.૫૨ ટકા, પૂર્વ ગુજરાતમાં ૩૩.૯૨ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં ૧૩૯ મિ.મી., મોડાસામાં ૧૩૫ મિ.મી., લુણાવાડામાં ૧૨૯ મિ.મી., વીરપુરમાં ૧૨૭ મિ.મી., સંતરામપુરમાં ૧૨૨ મિ.મી. આમ કુલ ૬ તાલુકાઓમાં ૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે ઉપલેટા તાલુકામાં ૧૧૮ મિ.મી., ધનસુરામાં ૧૧૬ મિ.મી., વિસાવદરમાં ૧૦૮ મિ.મી., દાંતામાં ૧૦૪ મિ.મી., વિસનગરમાં ૧૦૨ મિ.મી., ડોલવણમાં ૧૦૧ આમ કુલ ૧૨ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જયારે વિજાપુર અને પ્રાંતિજ તાલુકામાં ૯૯ મિ.મી., ખેરાલુમાં ૯૮ મિ.મી., વઘઈમાં ૯૦ મિ.મી., ઉમરપાડા અને હિંમતનગરમાં ૮૭ મિ.મી., ચીખલી અને બાયડમાં ૮૫ મિ.મી., માળીયાહાટીનામાં ૮૪ મિ.મી., માલપુરમાં ૮૨ મિ.મી., વાંસદામાં ૭૬ મિ.મી., ખેરગામમાં ૭૪ મિ.મી. આમ કુલ ૨૪ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સંખેડામાં ૭૦ મિ.મી., ગણદેવીમાં ૬૮ મિ.મી., કેશોદમાં ૬૭ મિ.મી., ઊંઝામાં ૬૬ મિ.મી., શહેરામાં ૬૫ મિ.મી., જાંબુઘોડામાં ૬૧ મિ.મી., ડાંગ (આહવા) અને કડાણામાં ૬૦ મિ.મી., મેંદરડામાં ૫૯ મિ.મી., મેઘરજ અને ખેડબ્રહ્મામાં ૫૭ મિ.મી., નવસારી, સાંજેલી અને વિજયનગરમાં ૫૫ મિ.મી., મહુવામાં ૫૩ મિ.મી., છોટાઉદેપુર, વડનગર અને માણસામાં ૫૨ મિ.મી., ખાનપુર અને ક્વાંટમાં ૫૧ મિ.મી., જ્યારે નડિયાદ અને જેતપુર પાવીમાં ૫૦ મિ.મી., એટલે કે, કુલ ૪૬ તાલુકાઓમાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના ૧૪૭ જેટલા તાલુકાઓમાં બે ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 

વિડિઓઝ

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
PAN-Aadhaar Link Deadline: પાન-આધાર લિંકની તારીખ નજીક, તાત્કાલિક કરો આ કામ, નહીં તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
PAN-Aadhaar Link Deadline: પાન-આધાર લિંકની તારીખ નજીક, તાત્કાલિક કરો આ કામ, નહીં તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
Drishyam 3 ની રિલીઝ ડેટ કન્ફર્મ, અજય દેવગને વીડિયો શેર કરી મોટી જાહેરાત કરી
Drishyam 3 ની રિલીઝ ડેટ કન્ફર્મ, અજય દેવગને વીડિયો શેર કરી મોટી જાહેરાત કરી
Tata Sierra નું સૌથી સસ્તું મોડલ ખરીદવા પર તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ગણતરી 
Tata Sierra નું સૌથી સસ્તું મોડલ ખરીદવા પર તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ગણતરી 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
Embed widget