શોધખોળ કરો

Ahmedabad Rain:અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ, વૃક્ષો, હોર્ડિગ્સ ધરાશાયી, એકનું મોત

Ahmedabad Rain:અમદાવાદમાં પણ ગત સોમવાર સાંજ તોફાની રહી. અચાનક ભારે પવન સાથે અહીં વરસાદ તૂટી પડતા અને વિસ્તારમાં તારાજી સર્જાઇ છે.

Ahmedabad Rain: હવામાન વિભાગની આગાહી દરમિયાન સોમવાર સાંજે અમદાવાદમાં પણ વરસાદે તોફાની બેટીંગ કરી, સાંજે પહેલા તો ભારે પવન સાથે ધૂળભરી આંઘી શરૂ થઇ અને ત્યારબાદ કાળા ડિંબાગ વાદળ છવાઇ જતા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ત્યારબાદ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અમદાવાદમાં સાંજે વીજળીના કડાકા સાથે અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડતાં કુદરતનું રૌદ્રરૂપ જોવા મળ્યું હતું.

અમદાવાદમાં સોમવારે વરસેવા વરસાદને અનેક જગ્યાએ તારાજી પણ સર્જી છે. હોર્ડિગ્સ અને વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. અમદાવાદ શહેરમાં 75 વૃક્ષો ધરાશાયી છે. 48 જગ્યાએ વૃક્ષોનો નિકાલ કરાયો છે. 38 જગ્યાએ વૃક્ષોના નિકાલની કામગીરી ચાલુ છે. આનંદનગર, પકવાન અને વસ્ત્રાપુરમાં વૃક્ષ ધરાશાઈ થવાની ઘટના બની છે. કેશવબાગ વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાઇ જતાં જનજીવન પ્રભાવિત થયું છે.

અમદાવાદના દરિયાપુરમાં ભારે પવન સાથે વરસાદે એક વ્યક્તિનો જીવ લીધો છે. જ્યારે એકને ઇજા પહોંચી છે. અહીં  દરિયાપુરમાં તોફાની પવનમાં વૃક્ષ ધરાશાયી થતા સુરેશભાઈ સથવારાનું મોત થયું છે. જયારે વૃક્ષ નીચે દબાતા શંશાક સથવારાના  યુવક ઈજાગ્રસ્ત થયો છે. વૃક્ષ નીચે દટાતા 15થી વધુ વાહનોને  નુકસાન થયું છે.

વડોદરા શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે વરસાદે તારાજી સર્જી છે. ભારે પવનાના કારણે ત્રણના મોત થયા છે. જીવતો વીજ વાયર તૂટતા જીતેશ મોરે નામના વ્યકિતનું મોત થયું છે. વીજ વાયર બસ પર પડતા પરબતભાઈ ડાંગર નામના યુવકનું મોત થયું છે. સમા તળાવ નજીક કોમ્પલેક્ષની કાચની પેનલ રીક્ષા પર પડતા ગિરીશકુમાર ચૌરેનું મોત થયું છે. ભારે પવનના કારણે અનેક વિસ્તારમાં ઝાડ પડતા સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ભરૂચમાં સોમવારે મોડી રાત્રે મીની વાવાઝોડાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મીની વાવાઝોડામાં દહેજ ટોલ પ્લાઝાનો શેડ ધરાશાયી થયો હતો. ટોલ પ્લાઝાનો શેડ પત્તાના મહેલની જેમ પડી જતા અનેક વાહનને નુકસાન થયું હતું. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં હજુ સુધી જાનહાનિના સમાચાર નથી. ઉપરાંત ટણ જિલ્લામાં મોડીરાત્રે તોફાની પવન ફૂંકાયો હતો. પાટણ શહેર અને તાલુકામાં વીજળીના કડાકા સાથે તેજ પવન ફૂંકાયો હતો. વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસ્યો ધીમીધારે વરસાદ વરસ્યો હતો.સમી તાલુકામાં તેજ પવન સાથે વરસાદથી તારાજીના દ્રશ્યો  સર્જાયા છે. સમીના ઉપલીયસરા ગામમાં વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા હતા. અનેક ગામોમાં તેજ પવનમાં ઘરના છાપરા અને નળિયા ઉડ્યાં હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Advertisement

વિડિઓઝ

Ahmedabad Water Shortage: અમદાવાદના ખાડીયામાં પાણીની પારાયણ પોલીસ સ્ટેશન સુધી પહોંચી
Harsh Sanghavi: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખોડલધામમાં મા ખોડલ સમક્ષ ઝુકાવ્યું શિશ
Alpesh Thakor : ઋષિ ભારતીના નિવેદન પર અલ્પેશનો અસ્પષ્ટ જવાબ
Rushi Bharti Bapu on Alpesh Thakor: અલ્પેશ ઠાકોર માટે ઋષિ ભારતી બાપુનું મોટું નિવેદન
Gandhinagar News: SIRમાં કામગીરી સોંપાતા શિક્ષકો પરેશાન, શૈક્ષીક મહાસંઘનો BLOની કામગીરીનો વિરોધ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના ધડાકા બાદ અલ્પેશ ઠાકોર ઉપમુખ્યમંત્રી પદને લઇ શું બોલ્યા ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના ધડાકા બાદ અલ્પેશ ઠાકોર ઉપમુખ્યમંત્રી પદને લઇ શું બોલ્યા ?
લાલુ પરિવારમાં ચાલતી બબાલનું સાચું કારણ આવ્યું સામે, તેજસ્વી પર લાગ્યા ગંભીર આરોપ, જાણો રોહિણીએ કેમ તોડ્યા સંબંધો
લાલુ પરિવારમાં ચાલતી બબાલનું સાચું કારણ આવ્યું સામે, તેજસ્વી પર લાગ્યા ગંભીર આરોપ, જાણો રોહિણીએ કેમ તોડ્યા સંબંધો
ઋષિ ભારતીના નિવેદનથી રાજકારણ ગરમાયું! જગદીશ ઠાકોર થયા લાલઘૂમ, જાણો શું આપી પ્રતિક્રિયા
ઋષિ ભારતીના નિવેદનથી રાજકારણ ગરમાયું! જગદીશ ઠાકોર થયા લાલઘૂમ, જાણો શું આપી પ્રતિક્રિયા
બિહારમાં નીતિશ કુમાર જ હશે NDA ના મુખ્યમંત્રી ? JDU ના પૉસ્ટરે ફરી વધાર્યુ સસ્પેન્સ
બિહારમાં નીતિશ કુમાર જ હશે NDA ના મુખ્યમંત્રી ? JDU ના પૉસ્ટરે ફરી વધાર્યુ સસ્પેન્સ
Embed widget