શોધખોળ કરો

ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, આ જગ્યાએ મેઘરાજાની પધરામણી

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે. તો બીજી તરફ વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે.

Rainy weather: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે. તો બીજી તરફ વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડના આજુબાજુના વિસ્તારોમાં અમી છાંટણા થયા છે. વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. તિથલ સહિત કાંઠા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો જેને કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે.

તો બીજી તરફ દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ધાનપુર અને દેવગઢ બારીયાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદના પગલે વાતાવરણ ઠંડક પ્રસરી છે. જિલ્લામાં ભારે પવન સાથે કેટલાક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ડાયમંડ નગરી સુરતની વાત કરીએ તો વરસાદ બાદ શહેરમાં ગઈકાલે ઝડપી પવનો ફૂંકાયા હતા. આજે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઝડપી પવનોને કારણે સુરતવાસીઓને ગરમીમાંથી રાહત મળી છે. 20 કિમીની ઝડપે પવન ફૂંકાવાને કારણે ઝાડ પડવાના બનાવો બન્યા છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં 10થી વધુ ઝાડ પડવાના કોલ મળ્યા છે. વાદળ તેમજ ભારે પવનને કારણે બે ફ્લાઇટ રદ્દ કરવામાં આવી હતી.

આ ઉપરાંત મહિસાગરમાં પણ સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે. લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, વિરપુર સહિત તાલુકામાં વાદળ છાયું વાતાવરણ સર્જાયું છે. વાદળછાયા વાતાવરણની સાથે ઠંડા પવન ફુંકાતા ગરમીના પ્રમાણમાં ઘટાડો છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
અમદાવાદ:  રાજ્યમાં પ્રિમોનસૂન એક્ટિવિટીથી વાતાવરણમાં પલટો આવ્યો છે.  દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડમાં વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે.  દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.  દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થઈ શકે છે. પ્રિ-મોનસૂન એક્ટીવિટીના કારણે અમદાવાદ શહેરમાં વાદળછાયુ વાતાવરણ છે.  તેજ પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થયો છે.  અમદાવાદના લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. સતત બીજા દિવસે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સરહદીય વાવ,થરાદ, સુઇગામ, ભાભર ધાનેરા સહિતના વિસ્તારોમાં ઠંડા પવન સાથે વાદળ છાયું વાતવરણ સર્જાયું છે. બનાસકાંઠા વિસ્તારના ખેડૂતોની ચિંતા વધી છે. બાજરી,એરંડા,જુવાર સહિતના પાકોમાં  નુક્સાનની ભીતિ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK Score Live : પાકિસ્તાનનો સ્કોર પહોંચ્યો 6 વિકેટે 200 રન
IND vs PAK Score Live : પાકિસ્તાનનો સ્કોર પહોંચ્યો 6 વિકેટે 200 રન
IND vs PAK Dubai: ભારત સામે પાકિસ્તાને બદલી પ્લેઈંગ 11, ટીમનો દિગ્ગજ ખેલાડી થયો બહાર  
IND vs PAK Dubai: ભારત સામે પાકિસ્તાને બદલી પ્લેઈંગ 11, ટીમનો દિગ્ગજ ખેલાડી થયો બહાર  
Apple જલદી લૉન્ચ કરશે પોતાનો ફૉલ્ડેબલ iPhone, ઓનલાઇન લીક થઇ ગઇ ડિટેલ્સ
Apple જલદી લૉન્ચ કરશે પોતાનો ફૉલ્ડેબલ iPhone, ઓનલાઇન લીક થઇ ગઇ ડિટેલ્સ
Munawar Faruqui: મુનવર ફારુકીના હફ્તા વસુલી વિરુદ્ધ ફરિયાદ દાખલ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Munawar Faruqui: મુનવર ફારુકીના હફ્તા વસુલી વિરુદ્ધ ફરિયાદ દાખલ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi Surat Visit : લોકસભામાં જીત બાદ પહેલીવાર સુરત આવશે PM મોદી, જુઓ શું છે કાર્યક્રમ?Bhikhusinh Parmar : મંત્રી ભીખુસિંહના પુત્રોએ જાહેરમાં કરી મારામારી, વીડિયો વાયરલ થતાં મચ્યો ખળભળાટGujarat Politics :  ભાજપ નેતાનો મગફળીની ખરીદીમાં કૌભાંડનો આરોપ, ... તો ભાજપ સામે મોરચો માંડવો જોઇએDevayat Khavad Audio Clip Viral : મારી આબરુમાં હાથ નાંખ્યો, કાઠી દરબાર છું.. તમે તૈયારીમાં રહેજો ફૂલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK Score Live : પાકિસ્તાનનો સ્કોર પહોંચ્યો 6 વિકેટે 200 રન
IND vs PAK Score Live : પાકિસ્તાનનો સ્કોર પહોંચ્યો 6 વિકેટે 200 રન
IND vs PAK Dubai: ભારત સામે પાકિસ્તાને બદલી પ્લેઈંગ 11, ટીમનો દિગ્ગજ ખેલાડી થયો બહાર  
IND vs PAK Dubai: ભારત સામે પાકિસ્તાને બદલી પ્લેઈંગ 11, ટીમનો દિગ્ગજ ખેલાડી થયો બહાર  
Apple જલદી લૉન્ચ કરશે પોતાનો ફૉલ્ડેબલ iPhone, ઓનલાઇન લીક થઇ ગઇ ડિટેલ્સ
Apple જલદી લૉન્ચ કરશે પોતાનો ફૉલ્ડેબલ iPhone, ઓનલાઇન લીક થઇ ગઇ ડિટેલ્સ
Munawar Faruqui: મુનવર ફારુકીના હફ્તા વસુલી વિરુદ્ધ ફરિયાદ દાખલ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Munawar Faruqui: મુનવર ફારુકીના હફ્તા વસુલી વિરુદ્ધ ફરિયાદ દાખલ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
BSNL ના ત્રણ પ્લાને ખાનગી કંપનીઓની ઊંઘ ઉડાડી, કરોડો યુઝર્સેને પડી ગઈ મોજ
BSNL ના ત્રણ પ્લાને ખાનગી કંપનીઓની ઊંઘ ઉડાડી, કરોડો યુઝર્સેને પડી ગઈ મોજ
Shashi Tharoor: 'જો કોંગ્રેસને મારી જરૂર ન હોય તો...', હવે શશિ થરૂરે હાઈકમાન્ડને પહોંચાડ્યો મેસેજ!
Shashi Tharoor: 'જો કોંગ્રેસને મારી જરૂર ન હોય તો...', હવે શશિ થરૂરે હાઈકમાન્ડને પહોંચાડ્યો મેસેજ!
CSK ની જર્સી પહેરીને ભારત-પાકિસ્તાનની મેચ જોઈ રહ્યો છે MS ધોની, ચાહકોએ કર્યો ટ્રોલ; જાણો હકિકત
CSK ની જર્સી પહેરીને ભારત-પાકિસ્તાનની મેચ જોઈ રહ્યો છે MS ધોની, ચાહકોએ કર્યો ટ્રોલ; જાણો હકિકત
Health Tips: સવારે પેટ સાફ ન થતું હોય તો ખાલી પેટે ખાઓ આ ફાઇબરથી ભરપૂર ફળ, પેટમાં જમા થયેલી ગંદકી થશે દૂર
Health Tips: સવારે પેટ સાફ ન થતું હોય તો ખાલી પેટે ખાઓ આ ફાઇબરથી ભરપૂર ફળ, પેટમાં જમા થયેલી ગંદકી થશે દૂર
Embed widget