(Source: ECI/ABP News/ABP Majha)
Ram Mandir: રામ મંદિરની પત્રિકા આપવાની કામગીરી પૂર્ણ, ગુજરાતમાંથી આટલા લોકોને મળ્યું આમંત્રણ
દેશભરમાં અયોધ્યાને લઇને સમાચારો તાજા છે, અયોધ્યામાં 500 વર્ષ બાદ હિન્દુ ધાર્મિક અને ભવ્ય મોટુ રામ મંદિર બની રહ્યું છે
Ram Mandir Invitation News: દેશભરમાં અયોધ્યાને લઇને સમાચારો તાજા છે, અયોધ્યામાં 500 વર્ષ બાદ હિન્દુ ધાર્મિક અને ભવ્ય મોટુ રામ મંદિર બની રહ્યું છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આગામી 22મી જાન્યુઆરીએ યોજાવવાની છે, ત્યારે આ મહોત્સવમાં દેશભરમાંથી કેટલાક લોકોને આ સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યુ હતુ, ગુજરાતમાં આમંત્રણ પત્રિકા આપવાનું કામ પૂર્ણ થઇ ચૂક્યુ છે. લગભગ 300થી વધુ લોકોને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં જોડાવવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. જાણો વિગેત
આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવા જઈ રહ્યો છે. ત્યારે માત્ર અયોધ્યા જ નહીં પરંતુ દેશભરમાં તેની ધામધૂમપૂર્વક ઉજવણી થવાની છે. આ ઐતિહાસિક ઘટનાનાને લઈને ગુજરાતમાં અમદાવાદમાં પણ તૈયારીઓ ચાલી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રિત મહેમાનોને આમંત્રણ પત્રિકા આપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ગુજરાતમાંથી 370 જેટલા લોકોને રામ મંદિર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં 270 જેટલા સાધુ-સંતો છે, ૧૦૦ ઉદ્યોગપતિ અને અલગ-અલગ સમાજ અથવા તો જે તે ક્ષેત્રના શ્રેષ્ઠીઓનો સમાવેશ થાય છે.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મંદિર ટ્રસ્ટને એક યાદી મોકલવામાં આવી હતી, જેના આધારે આમંત્રણ પત્રિકાઓ પરિષદને સોંપવામાં આવી હતી, અને તેના વિતરણની કામગીરી પૂર્ણ કરાવી છે. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં આમંત્રિત મહેમાનો સિવાય અન્ય કોઈને ના આવવા માટે પણ આગ્રહ કરવામાં આવ્યો છે. તેવામાં યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આમંત્રિત મહેમાનોને પત્રિકા પર ખાસ કૉડ આપવામાં આવ્યા છે, જેના આધારે અયોધ્યામાં તેઓ પ્રવેશ મેળવી શકશે. જે આમંત્રિત મહેમાનો પોતાના વાહન લઈને જવાના હશે તેમને પાર્કિંગ માટેનો પાસ પણ ઇસ્યૂ કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર અને રેલવે સ્ટેશન પર આમંત્રિતોને આવકારવા માટે ખાસ ટીમ તૈનાત રહેશે. ગુજરાતના સાધુ-સંતો અને શ્રેષ્ઠીઓની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુજરાતમાંથી 30 જેટલા સ્વયંસેવકોની ટીમ પણ અયોધ્યામાં કાર્યરત રહેવાની છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 15થી 22 જાન્યુઆરી સુધી ચાલશે, જાણો શિડ્યુઅલ
15 જાન્યુઆરી 2024 - આ દિવસે મકરસંક્રાંતિ પર ખરમાસ સમાપ્ત થાય છે. રામલલાની મૂર્તિ એટલે કે શ્રી રામના બાળ સ્વરૂપની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.
16 જાન્યુઆરી 2024 - આ દિવસથી રામલલાની મૂર્તિના નિવાસની વિધિ પણ શરૂ થશે.
17 જાન્યુઆરી 2024 - આ દિવસથી રામલલાની પ્રતિમાની શોભા યાત્રા કાઢવામાં આવે છે.
18 જાન્યુઆરી 2024 - આ દિવસથી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થશે. મંડપ પ્રવેશ પૂજા, વાસ્તુ પૂજા, વરુણ પૂજા, વિઘ્નહર્તા ગણેશ પૂજા અને માર્તિકા પૂજા થશે.
19 જાન્યુઆરી 2024 - રામ મંદિરમાં યજ્ઞ અગ્નિદાહની સ્થાપના કરવામાં આવશે. આગને ખાસ પદ્ધતિથી પ્રગટાવવામાં આવશે.
20 જાન્યુઆરી 2024 - રામ મંદિરના ગર્ભગૃહને 81 કલશથી પવિત્ર કરવામાં આવશે, આ કળસમાં પવિત્ર નદીનું જળ હશે, બાદ વાસ્તુ શાંતિ વિધિ પણ થશે.
21 જાન્યુઆરી 2024 - આ દિવસે, યજ્ઞ વિધિમાં વિશેષ પૂજા અને હવનની વચ્ચે, રામ લલા 125 કળશથી દિવ્ય સ્નાન કરાશે.
અભિષેક 22 જાન્યુઆરી 2024 ના રોજ થવાનો છે. આ દિવસે મધ્યકાળમાં મૃગશિરા નક્ષત્રમાં રામલલાની મહાપૂજા થશે.
રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે લગભગ પાંચ સદીઓની રાહનો અંત આવવાનો છે. રામ મંદિરમાં રામ લાલાની મૂર્તિ સ્થાપિત કરવાનો સમય 22 જાન્યુઆરી 2024ના રોજ સવારે 12:29 થી 12:30 સુધીનો રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ સમય હશે.