શોધખોળ કરો

કોરોના વાયરસ અંગે રૂપાણી સરકારે હાઈકોર્ટમાં શું કરી મોટી કબૂલાત ?

માસ્ક અહીં પહેરનારા કુલ 23,64,420 લોકો પાસેથી દંડ વસૂલાયો છે. અત્યાર સુધીમાં અંદાજીત 116 કરોડ રૂપિયાનો દંડ ગુજરાતીઓએ માસ્ક નહિ પહેરવા બદલ ભર્યો છે.

અમદાવાદઃ ગુજરાત સરકારે ગુજરાતમાં કોરોનાવાયરસ સંક્રમણને ફેલાતું અટકાવવા માટે રાજ્ય સરકારે લીધેલા પગલાં અંગે હાઈ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. આ સોગંદનામામાં સરકારે મોટી કબૂલાત કરી છે કે, કોરોનાવાયરસને લગતી માહિતી સીમિત છે. સરકારે કહ્યું છે કે, આ વાયરસ એક વર્ષ જૂનો વાયરસ હોવાથી વાયરસ અંગે સીમિત માહિતી છે. આ સંજોગોમાં સાવચેતીમાં જ સલામતી એ સૂત્રને અપનાવીને કામ કરવું પડશે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું તેમાં કહ્યું છે કે, માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અંગે લોકજાગૃતિ માટે સરકાર અનેકવિધ કાર્યક્રમો કરી રહી છે. આ ઉપરાંત તકેદારી ન રાખતા લોકોને આકરો દંડ કરાયો છે. તેમણે કહ્યું કે, માસ્ક અહીં પહેરનારા કુલ 23,64,420 લોકો પાસેથી દંડ વસૂલાયો છે. અત્યાર સુધીમાં અંદાજીત 116 કરોડ રૂપિયાનો દંડ ગુજરાતીઓએ માસ્ક નહિ પહેરવા બદલ ભર્યો છે. તેમણે રજૂઆત કરી કે, સરકારી મેડીકલ કોલેજમાં ભણેલા 900 એમબીબીએસ ડોક્ટર અને ગ્રામીણ વિસ્તારમાં ત્રણ વર્ષ માટે સેવાના હુકમો કરાયા છે. એમબીબીએસના ત્રીજા અને ચોથા વર્ષમાં ભણતા 6597 વિદ્યાર્થીઓને કોવિડ સર્વેલન્સ અને ટેસ્ટિંગ ની કામગીરી સોંપાઈ છે. સરકારે જણાવ્યું છે કે, રાજ્યમાં હાલ 11397 એક્ટિવ કોવિડ હોસ્પિટલ છે અને અત્યાર સુધીમાં 2,37,247 કુલ દર્દી આવ્યા છે. હાલમાં 11397 એક્ટિવ કેસ છે કે જેમાં 64 વેન્ટિલેટર પર છે જ્યારે 11333 સ્ટેબલ દર્દી છે. અત્યાર સુધીમાં 221602 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે 4248નાં મૃત્યુ થયાં છે. રિકવરી રેટ 90 ટકાથી ઉપર છે. અમદાવાદમાં હાલ 8500 થી વધુ બેડ ઉપલબ્ધ છે અને હાલ કુલ ૧૧ ટકા જેટલા જ બેડ ઓક્યુપાય થયેલા છે. ધનવંતરી રથથી રોજના ૧૦,૦૦૦ લોકોની તપાસ કરાય છે અને છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદના ૧૮ લાખ લોકોએ ધનવંતરી રથનો લાભ લીધો છે.

ટોપ સ્ટોરી

Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget