શોધખોળ કરો

ગુજરાતમાં લાખો વિદ્યાર્થીઓ-વાલીઓને રાહત, અઢી મહિના નહીં જવું પડે સ્કૂલ, જાણો ક્યાં સુધી બંધ રાખવાની જાહેરાત ?

કેન્દ્ર સરકારની જાહેરાતને પગલે ગુજરાત સરકારે પણ રાજ્યમાં ૧૫મી ઓગસ્ટ પછી સ્કૂલો ખોલવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે દેશમાં લોકડાઉન લગાવાયું હતું. તેમજ હવે લોકડાઉન હટાવી લેવામાં આવ્યું છે અને કામ-ધંધા ધીરે ધીરે રાબેતા મુજબ શરૂ થઈ રહ્યા છે. જોકે, સ્કૂલ-કોલેજો શરૂ કરવાને લઈને ચર્ચા થઈ રહી હતી. હવે કેન્દ્રીય માનવ સંશાદનમંત્રીએ સ્પષ્ટ કર્યુ છે કે, ૧૫મી ઓગસ્ટ પછી જ સ્કૂલો શરૂ થશે. કેન્દ્ર સરકારની જાહેરાતને પગલે ગુજરાત સરકારે પણ રાજ્યમાં ૧૫મી ઓગસ્ટ પછી સ્કૂલો ખોલવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-1માં ૩૦ જુન સુધી સ્કૂલો-કોલેજો બંધ રાખવા આદેશ કર્યો છે. જોકે, આ પછી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય જે તે રાજ્ય સરકાર પર છોડ્યો છે. જેને લઈને છેલ્લા રાજ્યમા સ્કૂલો-કોલેજો ૩૦ જુન બાદ શરૂ થશે કે કેમ તેને લઈને ચર્ચા ચાલી રહી હતી. એટલું જ નહીં, આને લઈને વાલીઓમાં પણ અસમંજસ હતી. વાલીઓ કોરોના મહામારીમાં શું તકેદારીના પગલા હશે અને કેવી રીતે સ્કૂલો ચાલુ થશે સહિતના કેટલાય પ્રશ્નો હાલ વાલીઓ-વિદ્યાર્થીઓ અને સ્કૂલોને મુંઝવણી રહ્યા છે. ગઈ કાલે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલે સ્પષ્ટ કર્યું હતું કે દેશભરમાં સ્કૂલો અને કોલેજો રાબેતા મુજબ ૧૫મી ઓગસ્ટ બાદ જ શરૂ થશે. કેન્દ્રી સરકારની જાહેરાત પછી ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ પણ રાજ્યની સ્કૂલો ખોલવા મુદ્દે જણાવ્યું હતું કે, કેન્દ્રના આદેશનું હવે રાજ્ય સરકારે પણ પાલન કરવુ પડશે. ગુજરાતની તમામ સ્કૂલો 15મી ઓગસ્ટ પછી જ રાબેતા મુજબ ખોલાશે. જો કે, લાંબા સમય માટે કલાસરૂમ શિક્ષણ ન થવાનું હોવાથી બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે પણ પુરતા પ્રયત્નો કરાયા છે. બાળકોની સુરક્ષા મહત્વની હોવાથી જ્યારે પણ સ્કૂલો રાબેતા મુજબ શરૂ કરવાની થશે તે પહેલા વાલીઓ,શિક્ષણવિદો સાથે પુરતી ચર્ચા કરાશે. તેમજ આ પછી જ સ્કૂલોમાં બાળકોને ભણાવાશે. નોંધનીય છે કે કોરોનાને પગલે ગત ૨૫મી માર્ચથી તમામ સ્કૂલો બંધ છે અને હજુ પણ ૧૫ ઓગ્ટ સુધી બંધ રહેવાની છે. જેથી લગભગ પાંચ મહિના માટે પ્રથમવાર સ્કૂલો બંધ રહેશે. જો કે આજથી ૮મી જુનથી ગુજરાતની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક-માધ્યમિક સ્કૂલોમાં નક્કી કરાયેલા એકેડમિક કેલેન્ડર મુજબનું શૈક્ષણિક સત્ર શરૂ થઈ જશે. જોકે, વિદ્યાર્થીઓને પ્રવેશ નહી અપાય. ફક્ત શિક્ષકો-વહિવટી કર્મચારીઓ માટે સ્કૂલો રાબેતા મુજબ ચાલશે. સરકારી સ્કૂલોના બાળકોને મફત મળતા પ્રાથમિક-માધ્યમિકના પાઠય પુસ્તકો અને જરૂરી સાહિત્ય શિક્ષકો દ્વારા પહોંચાડાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાતમાં જજોની મોટા પાયે બદલી અને બઢતી, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ જજની બદલી,17 ઓગસ્ટ સુધીમાં સંભાળશે ચાર્જ
ગુજરાતમાં જજોની મોટા પાયે બદલી અને બઢતી, 67 ડિસ્ટ્રિક્ટ, 63 સિવિલ જજની બદલી,17 ઓગસ્ટ સુધીમાં સંભાળશે ચાર્જ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, 48 લાખનો 9300 કિલો જથ્થો જપ્ત
ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, 48 લાખનો 9300 કિલો જથ્થો જપ્ત
Embed widget