શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં વોલેન્ટિયર્સને ક્યારથી અપાશે કો-ટ્રાયલ વેક્સિનનો બીજો ડોઝ? પહેલા ડોઝની કેવી થઈ અસર?
૨૫ નવેમ્બરથી અહીંયા ૪૭૫ લોકોને ટ્રાયલ વેક્સિન આપવામાં આવી છે અને હવે ૨૫ ડિસેમ્બરથી વોલ્યન્ટરને બીજો બુસ્ટર ડોઝ પણ આપવામાં આવશે.
અમદાવાદઃ કોરોના કો ટ્રાયલ વેક્સિનનુ સોલા સિવિલનાં વેક્સિનેશન ચાલી રહ્યુ છે. ૨૫ નવેમ્બરથી અહીંયા ૪૭૫ લોકોને ટ્રાયલ વેક્સિન આપવામાં આવી છે અને હવે ૨૫ ડિસેમ્બરથી વોલ્યન્ટરને બીજો બુસ્ટર ડોઝ પણ આપવામાં આવશે, જેમા પોઈન્ટ ૫ એમએલ વેક્સિન અપાશે.
મહત્વનુ છે કે અત્યાર સુધી જે લોકોએ આ ટ્રાયલ વેક્સિન લીધી છે, તેમાંથી એક પણ વ્યક્તિને કોરોના નથી થયો તો બીજી તરફ આ ભારત બાયોટેક વેક્સિનની કોઈને પણ આડ અસર પણ નથી થઈ. સાથે જ આ વેક્સિન સોલા સિવિલના મેડિકલ સ્ટાફને પણ આપવામા આવી રહી છે તો બીજી તરફ હજી ડોકટરનુ કહેવુ છે કે લોકો રજીસ્ટ્રેશન કરાવે અને આ માહામારીમાંથી બચવા પોતાનું યોગદાન આપે અને ૧ હજાર લોકોને વેક્સિન આપવાની જે કામગીરી છે તે ઝડપથી પુર્ણ થાય અને આપણે આ વેક્સિન પર આગળ કામ કરી શકીએ અને જલ્દીથી લોકોને કોરોનાથી રાહત મળે.
સોલા સિવિલના મેડિકલ સ્ટાફે પણ કો વેક્સિન લીધી છે. ૨૫ ડિસેમ્બરથી ટ્રાયલનો બીજો ડોઝ શરૂ થશે. જેમા ૧ મિહનો થઈ ગયો હોય તે વોલેન્ટિયરને બુસ્ટર ડોઝ આપવામાં આવશે. પોઈન્ટ ૫ એમએલનો બુસ્ટર ડોઝ આપવામાં આવશે. ૨૫ નવેમ્બરથી કો વેક્સિનનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion