'ઇજાથી તડપી રહેલા નયનને માતા-પિતાએ રિક્ષાથી પહોંચાડ્યો હતો હૉસ્પિટલ, સ્કૂલે ન કરી મદદ' -સેવન્થ ડે સ્કૂલના જુઠ્ઠાણાનો પર્દાફાશ
Seventh Day School Ahmedabad: એબીપી અસ્મિતાના કેમેરા સામે ખુદ ખુદ મૃતક નયનના માતા-પિતા, પરિવારે સેવન્થ ડે સ્કૂલના સંચાલકો સામે આરોપો લગાવીને ખુલાસા કર્યા છે

Seventh Day School Ahmedabad: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીના મોત મામલે વાલીઓ અને લોકોમાં જબરદસ્ત આક્રોશ ફેલાયેલો છે, સેવન્થ ડે સ્કૂલના સંચાલકોના કેટલાક જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. મૃતકના પરિવારે સ્કૂલના સંચાલકો સામે આરોપો લગાવ્યા છે અને કેટલાક મોટા ખુલાસા પણ કર્યા છે. ખુલાસા અનુસાર, મૃતક નયનને ખુદ પરિવાર હૉસ્પિટલ લઇ ગયો હતો, સેવન્થ ડે સ્કૂલના સંચાલકોએ કોઇ મદદ ન હતી કરી. નયન તડપતો હતો ત્યારે સંચાલકો આગળ ન હતા આવ્યા.
સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીના હત્યા કેસમાં હવે એક પછી એક ખુલાસા સામે આવ્યા છે. હવે એબીપી અસ્મિતાના કેમેરા સામે ખુદ ખુદ મૃતક નયનના માતા-પિતા, પરિવારે સેવન્થ ડે સ્કૂલના સંચાલકો સામે આરોપો લગાવીને ખુલાસા કર્યા છે. અમદાવાદના સેવન્થ ડે સ્કૂલના હળહળતા જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. પરિવારે ખુલાસો કરતાં જણાવ્યું કે, ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલે પહોંચાડ્યાનો સ્કૂલનો દાવો પોકળ છે, સ્કૂલ સંચાલકોએ નહી પણ પરિવારે નયનને પહોંચાડ્યો હોસ્પિટલ પહોંચાડ્યો હતો, તેને હૉસ્પિટલ લઇ જવા માટે રિક્ષા પણ પરિવારજનોએ જ કરી હતી. લાંબા સમયથી સુધી નયન તડપતો રહ્યો છતા સંચાલકો મદદ માટે આગળ ન હતા આવ્યા. માતા-પિતાએ જણાવ્યું કે, લોહીની વ્યવસ્થા પણ પરિવારે જ કરી હતી, સ્કૂલમાં અનેક ગાડીઓ હોવા છતા નયનને કોઇ હોસ્પિટલ ન હતા લઇ ગયા.
શું છે સમગ્ર ઘટના
અમદાવાદમાં 19 ઓગસ્ટ મંગળવારના રોજ ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી મચી હતી. જેમાં નજીવી બાબતે આ બને વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થઇ હતી. આ નજીવી બાબતમાં ધો-10ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટને છરી મારી દીધી હતી અને વિદ્યાર્થી તડપતો રહ્યો. મણીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં ત્રણ કલાક સર્જરી ચાલી હતી પરંતુ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું. આ ઘટનાને બહુ ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સગીર આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે.





















