શોધખોળ કરો

Bagodara Accident: બગોદરા અકસ્માત મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું, શક્તિસિંહ ગોહિલે સરકારને લીધી આડેહાથ

Bagodara Accident: ચોટીલાથી દર્શન કરી પરત ફરતા બગોદરા બાવળા હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. રસ્તા પર ઉભેલી ટ્રક પાછળ છોટાહાથી અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 લોકોના મોત થયા છે.

Bagodara Accident: ચોટીલાથી દર્શન કરી પરત ફરતા બગોદરા બાવળા હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. રસ્તા પર ઉભેલી ટ્રક પાછળ છોટાહાથી અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 મહિલા, 3 બાળકો અને 2 પુરૂષોનો સમાવેશ થયો છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ લઇ જવા માટે તજવીજ હાથ ધરી છે.

મૃતકના નામ

1. રઈબેન માઘાભાઈ ઝાલા (ઉં.40 સુંઘલા)

2. પ્રહલાદભાઈ મહેન્દ્રભાઈ ઝાલા (ઉં. 30 રહે. સુંઘલા)

3. વિશાલ હિંમતભાઈ ઝાલાૉ (ઉં. 12)

4. અભેસિંગભાઈ સોલંકી (ઉં. 55)

5. જાનકી જેસંગભાઈ સોલંકી(બાળક)

6. વૃશ્ટીકા હિંમતભાઈ ઝાલા,(બાળક રહે. સુંઘલા)

7. કાન્તાબેન જુવાનસિંહ ઝાલા (ઉં. આશરે 45)

8. ગીતાબેન હિંમતભાઈ ઝાલા (ઉં. આશરે 35)

9 શાન્તાબેન અભેસિંગભાઈ સોલંકી (ઉં. 50)

10. લીલાબેન બાલાજી પરમાર (ઉં. આશરે 55)

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ દુખ વ્યક્ત કર્યું

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, ચોટીલાથી દર્શન કરી પરત ફરતા બગોદરા બાવળા હાઇવે પર અકસ્માત થતાં ૧૦ શ્રધ્ધાળુ નાં અવસાન થયાના સમાચાર જાણી ખુબ જ દુઃખની લાગણી અનુભવું છું. ઇશ્વર દિવંગત આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તે જ પ્રાર્થના.... ઓમ શાંતિ....

સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું

તો બીજી તરફ રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ આ અકસ્માત અંગે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે, અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.

શક્તિસિંહ ગોહિલે સરકાર સામે ઉઠાવ્યા સવાલ

શક્તિ સિંહ ગોહિલે પણ અકસ્માત અંગે ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું છે. સાથે સાથે તેમણે સરકારને આડે હાથ લીધી છે. તેમણે લખ્યું કે, મોટા દુઃખદ સમાચાર, રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક અકસ્માતની વધુ એક ઘટના બની છે. મળતી માહિતી મુજબ અમદાવાદના બાવળા બગોદરા નજીક અકસ્માત સર્જાયો છે. બાવળા બગોદરા નજીક ટ્રક પાછળ મીની ટ્રક ઘુસી જતા અકસ્માતની ઘટના બની છે. આ ગંભીર અકસમાતમાં 10 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા છે. તેમજ અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સદગતને શ્રદ્ધાંજલિ અને આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર અને પ્રિયજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે પ્રાર્થના. અમદાવાદથી રાજકોટ હાઇવે ઉપર બ્રિજ અને રસ્તાના રિપેરીંગના કામો લાંબા સમયથી ચાલી રહ્યા છે જેના કારણે પણ આ હાઇવે જોખમી બનેલ છે. સરકાર આ બાબત ગંભીરતાથી લેશે તેવી વિનંતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
Embed widget