શોધખોળ કરો
શંકરસિંહ વાઘેલાને સારવાર માટે અમદાવાદની કઈ હોસ્પિટલમાં દાખલ કરાયા? ઘરના કેટલા લોકોને કોરોન્ટાઈ કરાયા? જાણો
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અમદાવાદ: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને તેઓ ગઈકાલે રાતે કોરોન્ટાઈન થયા હતાં જોકે આજે સવારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે એમ્બ્યુલન્સમાં બેસીને ખાનગી હોસ્પિટલ સ્ટર્લિગમાં લાવવામાં આવ્યા છે. જ્યારે અન્ય ગાડીમાં તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ હોસ્પિટલ પહોંચ્યા હતાં.
નોંધનીય છે કે, શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સામાન્ય તાવ આવતાં તેઓએ રિપોર્ટ કરાવ્યો હતો. છેલ્લા 2 દિવસથી સામાન્ય તાવ આવતો હોવાની ફરીયાદ હતી. શંકરસિંહ વાઘેલાએ 4 દિવસ અગાઉ સમર્થકો સાથે બેઠક કરી હતી. જ્યારે 23 તારીખે પત્રકાર પરિષદ પણ કરી હતી.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોરોનાગ્રસ્ત થયા છે અને આજે તેમને સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સવારે 10 વાગ્યે શંકરસિંહ વાઘેલાને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ થવા માટે ઘરેથી રવાના થયા હતાં. ગઈકાલે શંકરસિંહ વાઘેલાને કોરોના પોઝિટીવ આવે તે પહેલા તાવની ફરિયાદ થઈ હતી ત્યા બાદ સિટીસ્કેન પણ કરવામાં આવ્યું હતું.
શંકરસિંહ વાઘેલાના ઘરમાં રહેતા ચાર વ્યક્તિઓને પણ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. શંકરસિંહ બાપુએ ચાર દિવસ અગાઉ જ પત્રકાર પરિષદ કરી હતી તે વખતે પણ તેઓ ઘણાં વ્યક્તિઓને મળ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement