શોધખોળ કરો

અમદાવાદમાં ઝડપાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારો ઘટસ્ફોટ, દેશમાં પહેલીવાર 'પોઇઝન એટેક'નું કાવતરું!

Ahmedabad: ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ અમદાવાદમાંથી આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરીને દેશભરમાં 'પોઇઝન એટેક' (ઝેર દ્વારા હુમલો) કરવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.

Ahmedabad: ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ અમદાવાદમાંથી આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરીને દેશભરમાં 'પોઇઝન એટેક' (ઝેર દ્વારા હુમલો) કરવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપીઓમાંથી એક MBBS ડૉક્ટર છે, જે ઝેરી કેમિકલમાંથી અત્યંત ઘાતક ઝેર બનાવવાની ફિરાકમાં હતો.

 MBBS ડૉક્ટર અહમદ મોહિઉદ્દીન ઝીલાની
ઝડપાયેલો મુખ્ય આરોપી હૈદરાબાદનો રહેવાસી ડો. અહમદ સૈયદ ઝીલાની (અબુ ખદીજા) છે. તે ચાઇનાથી MBBSની ડિગ્રી મેળવનાર ડોક્ટર છે. ઝીલાની 6 તારીખે હૈદરાબાદથી અમદાવાદ આવ્યો હતો અને તેની ધરપકડ અડાલજ ટોલનાકા પાસેથી કરવામાં આવી હતી. ઝીલાની પર 'રાયઝિન' (Ricin) નામનું જીવલેણ ઝેર બનાવવાની પ્રક્રિયા શરૂ કરવાનો અને મોટા આતંકી હુમલાઓ કરવાની ફિરાકમાં હોવાની આશંકા છે.

આ ઝેર ખૂબ ઓછી માત્રામાં પણ મોટી સંખ્યામાં લોકોને મારવાની ક્ષમતા ધરાવે છે. સામાન્ય રીતે આ ઝેર પાવડર સ્વરૂપે હોય છે અને તેને પાણી, હવા અથવા ઇન્જેક્શન દ્વારા આપી શકાય છે. ધરપકડ પહેલા ડોક્ટર આતંકી અમદાવાદમાં લાલદરવાજા ઉતરીને લકી હોટલ સામે રોકાયો હતો.

અન્ય બે શખ્સો અને હથિયારોનો સપ્લાય
ઉત્તર પ્રદેશના મોહમ્મદ સુહેલ અને આઝાદ સુલેમાન શેખ (આઝાદ સૈફી)ની બનાસકાંઠાથી ધરપકડ કરવામાં આવી છે. સુહેલ અને આઝાદ ઉત્તર પ્રદેશથી 3 વેપન, 30 કારતૂસ અને જીવલેણ કેમિકલ પ્રવાહી લાવ્યા હતા.આ બંને શખ્સોએ આ હથિયારો કલોલ ખાતે એક અવાવરુ જગ્યાએ છુપાવ્યા હતા, જે બાદમાં હૈદરાબાદના ડોક્ટર આતંકી ઝીલાનીએ રીસીવ કર્યા હતા. આ હથિયારો રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાંથી મેળવવામાં આવ્યા હતા, અને પાકિસ્તાનથી ડ્રોન મારફતે મોકલાયા હોવાની આશંકા છે.

પકડાયેલા આરોપીઓનો ઝુકાવ ISKP (Islamic State – Khorasan Province) નામના આતંકી સંગઠન તરફ જોવા મળે છે. અહમદ મોહિઉદ્દીન ઝીલાનીએ છેલ્લા એક વર્ષથી દિલ્હી, મુંબઈ અને લખનૌની રેકી કરી હોવાના પુરાવા મળ્યા છે. અન્ય બે શકમંદોએ પણ સંવેદનશીલ સ્થળોની રેકી કરી હતી. આ આતંકીઓનો ઈરાદો ભારતમાં મોટી સંખ્યામાં લોકોને નુકસાન પહોંચાડવાનો હતો અને મોટા આતંકી હુમલા કરવાની ફિરાકમાં હતો. ભારતમાં પહેલી વખત પોઇઝન એટેક કરવાનું આ કાવતરું હતું.

અમદાવાદ, દિલ્હી, મુંબઈ, લખનૌ અને જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારો તેમની રેકી અને હુમલાના નિશાના પર હતા. ઝીલાની ઘણા વિદેશી લોકોના સંપર્કમાં હતો. હથિયારો છુપાવ્યાનું લોકેશન પણ આરોપીઓએ તેમના વિદેશી હેન્ડલરને મોકલ્યું હતું, જે અબુ ખદીજા નામના શખ્સ હોવાની અને તે પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાનથી ઓપરેટ કરતો હોવાની આશંકા છે. હાલમાં, ગુજરાત ATS દ્વારા આ સમગ્ર આતંકી મોડ્યુલના સ્થાનિક જોડાણો અને વધુ વિગતો જાણવા માટે સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Embed widget