શોધખોળ કરો

Ahmedabad: જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પુસ્તક પરબ તૈયાર કરાયું

અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી શહેરી વિસ્તારની કચેરી દ્વારા ઓફિસમાં આવતા મુલાકાતો માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

અમદાવાદ: અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી શહેરી વિસ્તારની કચેરી દ્વારા ઓફિસમાં આવતા મુલાકાતો માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. કચેરીની બહાર પુસ્તક પરબ એટલે કે નાની લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી છે. પોતાના વેઇટિંગના સમયમાં અહીં રહેલા પુસ્તકો વાંચન કરે અને તેમને કંઈ નવું જાણવાની તક મળે તે હેતુથી પુસ્તક પરબની શરૂઆત કરવામાં આવી છે. 

કચેરી દ્વારા દ્વારા અલગ-અલગ શાળા અને દાતા પાસેથી પુસ્તકો ભેગા કરવામાં આવ્યા છે અને અહીં મૂકવામાં આવ્યા છે. અહીં આવતા મુલાકાતીઓ પુસ્તકની એન્ટ્રી કર્યા બાદ ઘરે પણ લઈ જઈ શકે છે અને વાંચ્યા બાદ તેને પરત આપી શકે છે. માત્ર પુસ્તકોની પરંતુ અલગ અલગ ક્ષેત્રના મેગેઝીન પણ અહીં મૂકવામાં આવ્યા છે. સાથે જ દૈનિક અખબારો પણ રાખવામાં આવશે જેથી મુલાકાતીઓ સાથે-સાથે અહીં કામ કરતા કર્મચારીઓ પણ તેનો લાભ લઈ શકે. આ ઉપરાંત દર રવિવારે શહેરની 30 જેટલી સ્કૂલના એનએસએસના બાળકો આ પુસ્તક પરબને પરિમલ ગાર્ડન લઈ જશે. જ્યાં સવારના સમયે ગાર્ડનમાં આવતા લોકોમાં વાંચનની ભાવના કેળવાય તે માટે પુસ્તકો આપવામાં આવશે. 

Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ ખાસ સુવિધાની કરાઈ જાહેરાત

ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હવે આધાર કાર્ડ અને લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. યુનિવર્સિટી હવે વિદ્યાર્થીઓ માટે આ સેવા કેમ્પસમાં શરૂ કરશે. ગુજરાત યુનિવર્સિટીની બેઠક મળી જેમાં વિદ્યાર્થીલક્ષી કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા. એટલું જ નહીં પરંતુ પરીક્ષા વિભાગમાં ડિગ્રી અને માર્કશીટના વેરિફિકેશનની કામગીરીમાં ઢીલાશ મુકતા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટી ખાતે સિન્ડિકેટ સભ્યોની મહત્વની બેઠક મળી હતી.  જે બેઠકમાં વિદ્યાર્થીલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે. સાથે સાથે ડિગ્રી અને માર્કશીટ વેરિફિકેશનમાં વિદ્યાર્થિઓને પડતી હલાકી બાબતે ચાલું બેઠક દરમિયાન કર્મચારીઓને બોલાવી ઠપકો પણ આપવામાં આવ્યો હતો.  કારણ કે ડિગ્રી વેરિફિકેશનની કામગીરી ઓનલાઇન કરવાથી કામનું ભારણ વધ્યું હતું, જેના કારણે વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. આ ઉપરાંત બેઠકમાં વિદ્યાર્થીઓને સુવિધા મળી રહે તે માટે આધાર કાર્ડ માટેની પ્રક્રિયા ઉપરાંત લર્નિંગ લાઇસન્સની સુવિધા કેમ્પસમાં જ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે જેથી અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારી કચેરીના ધક્કા ખાવા ન પડે. 

સિન્ડિકેની બેઠકમાં બજેટ પણ મંજૂર કરવામાં આવ્યું છે.  264 કરોડના બજેટમાં યુનિવર્સિટી પરિસરમાં વિદ્યાર્થીઓ માટે મેશ અને કેન્ટીનની વ્યવસ્થા ઉભી કરવાનું પ્રાવધાન પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે યુનિવર્સિટી પરિષદમાં વિવિધ ભવનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે.  મહત્વની વાત એ છે કે અલગ અલગ ભવનોને ફાળવવામાં આવતા બજેટમાં 20 ટકા સુધીનો વધારો પણ કરવામાં આવ્યો છે.

આ સિવાય વિદ્યાર્થીઓને તેમના ભણતર માટે કન્ટેન ઓનલાઈન મળે તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સિન્ડિકેટ બેઠક અગાઉ એકેડમી કાઉન્સિલ અને સિન્ડિકેટના સભ્યોની સંયુક્ત બેઠક પણ મળી હતી.  જેમાં હાલના કુલપતિની ટર્મ પૂરી થતી હોવાથી નવા કુલપતિની નિમણૂક માટે સર્ચ કમિટીમાં સર્વાનુમતે એક નામની પસંદગી કરવામાં આવી છે.  જેમાં જુનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદીની પસંદગી કરવામાં આવી છે. કોઈપણ સરકારી યુનિવર્સિટીના કુલપતિ માટે સર્ચ કમિટી બનાવવામાં આવે છે. જેમાં એક સભ્ય રાજ્યપાલ , એક સભ્ય જોઈન્ટ ડાયરેક્ટર ઓફ યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર અને એક સભ્ય યુનિવર્સિટીના સત્તા મંડળમાંથી પસંદગી કરવામાં આવે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget