શોધખોળ કરો
Advertisement
અમદાવાદના ઓઢવમાં AMCની ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો, ગાડીઓ પર કરાયો પથ્થરમારો
ઓઢવ વિસ્તારમાં એએમસીની ઢોર પકડવા ગયેલી ટીમના વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. એએમસીની ઢોર પકડવા ગયેલા ચાર ગાડીઓ પર સ્થાનિકોએ હુમલો કર્યો હતો.
અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન ઓઢવ વિસ્તારમાં ખડતાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો થયો હતો. આ ઉપરાંત સ્થાનિકોએ ઢોર પકડવા ગયેલી ટીમના વાહનોની પણ તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનાની જાણ કરાતાં પોલીસ તાત્કિલાક ઘટનાસ્થળે દોડી આવી હતી.
ઓઢવ વિસ્તારમાં એએમસીની ઢોર પકડવા ગયેલી ટીમના વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. એએમસીની ઢોર પકડવા ગયેલા ચાર ગાડીઓ પર સ્થાનિકોએ હુમલો કર્યો હતો. જેને પગલે ઓઢવ પોલીસ ઘટના સ્થળે જવા રવાના થઈ હતી.
એએમસીની ગાડીઓ પર હુમલો કરીને માલધારીઓ તથા અન્ય સ્થાનિકો ગાડીઓની ચાવી ખેંચી ફરાર થઈ ગયા હતા. આ હુમલામાં એએમસીના એક કર્મચારીને ઈજા થઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
ઓઢવમાં એએમસીની ટીમ પર જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં વિરોધ દર્શાવતાં સ્થાનિકોએ ગરબા ગાયા હતા. વિસ્તારમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement