![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતના આ શહેરમાં હવે કોર્પોરેશન સોસાયટીમાં જઈને કોરોનાની રસી આપશે, જાણો શું રાખી છે શરત
કોરોનાના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ એકલા અમદાવાદમાં 600થી વધુ કેસ નોંધાયા છે.
![ગુજરાતના આ શહેરમાં હવે કોર્પોરેશન સોસાયટીમાં જઈને કોરોનાની રસી આપશે, જાણો શું રાખી છે શરત The corporation in Ahmedabad will go to the society and give the corona vaccine, find out what the condition is ગુજરાતના આ શહેરમાં હવે કોર્પોરેશન સોસાયટીમાં જઈને કોરોનાની રસી આપશે, જાણો શું રાખી છે શરત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/11/d8ae261d91ced12fa4e34debe1e8a652_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વધતા સંક્રમણની સામે હવે અમદાવાદ કૉર્પોરેશ (AMC)ને વેક્સીનેશનની કામગીરી તેજ કરી છે. અમદાવાદ (Ahmedabad)માં જો એક સોસાયટીમાં 100થી વધુ લોકો વેક્સીન (Vaccine) લેવા તૈયાર થશે તો અમદાવાદ કૉર્પોરેશન એ સોસાયટીમાં જ વેક્સીનેશ (Corona Vaccine)ન માટેની પ્રક્રિયા કરશે.
અમદાવાદમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ એકલા અમદાવાદમાં 600થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદ કૉર્પોરેશને કોરોના સામે રક્ષણ પુરી પાડતા વેક્સીનેશન અભિયાનને તેજ બનાવ્યુ છે. જો એક સોસાયટીમાં 100થી વધુ લોકો વેક્સીન લેવા તૈયાર થાય તો અમદાવાદ કૉર્પોરેશનની ટીમ એ સોસાયટીમાં પહોંચશે અને વેક્સીન આપશે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 2252 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1731 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,86,577 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12041 પર પહોંચ્યા છે. જેમાંથી 149 લોકો વેન્ટિલેટર પર અને 11892 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.54 ટકા પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 3, સુરત કોર્પોરેશન(SMC)માં 3, પંચમહાલ 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 8 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4500 લોકોના કોરોનાથી મોત થયા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 11528 છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
સુરત કોર્પોરેશનમાં 603, અમદાવાદ કોર્પોરેશનમાં 602, વડોદરા કોર્પોરેશનમાં 201 , રાજકોટ કોર્પોરેશનમાં 198, સુરત 74, રાજકોટ 44, ભાવનગર કોર્પોરેશન-36, વડોદરા 35, મહેસાણા 31, ખેડા 27, નર્મદા 26, જામનગર કોર્પોરેશન 25, મોરબી 25, પંચમહાલ 25, ગાંધીનગર કોર્પોરેશન 24, ભરૂચ 21, દાહોદ 21, ગાંધીનગર 20, અમરેલી 19, કચ્છ 18, મહીસાગર 17, આણંદ 16, સાબરકાંઠા 15, વલસાડ 14, સુરેન્દ્રનગર 13, પાટણ 12, અમદાવાદ 10, અરવલ્લી 9, ભાવનગર 9, જૂનાગઢ કોર્પોરેશન 9, ગીર સોમનાથ અને જામનગરમાં 8-8 કેસ નોંધાયા હતા.
કેટલા લોકો ડિસ્ચાર્જ થયા ?
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા ગઈકાલે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1731 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,86,577 છે.
સુરત કોર્પોરેશનમાં 503, અમદાવાદ કોર્પોરેશનમાં 577, વડોદરા કોર્પોરેશનમાં 137 , રાજકોટ કોર્પોરેશનમાં 115, સુરત 105, રાજકોટ 21, ભાવનગર કોર્પોરેશન-18, વડોદરા 14, મહેસાણા 7, ખેડા 22, નર્મદા 18, જામનગર કોર્પોરેશન 22, મોરબી 11 લોકો ડિસ્ચાર્જ થયા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)