શોધખોળ કરો

Junior Clerk Paper Leak: જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે કોર્ટે આરોપીઓના જાણો કેટલા દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

Junior Clerk Paper Leak: જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ATS દ્વારા આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.

Junior Clerk Paper Leak: જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ATS દ્વારા આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જે બાદ કોર્ટે 10 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ કેસ અંગે વિગતે વાત કરીએ તો એટીએસ દ્વારા વિવિધ મુદ્દે રીમાન્ડની માંગ કરવામાં આવી હતી. વીસેક દિવસ અગાઉ હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસની બહાર પેપર લીકનું કાવતરું રચાયું હતું. પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરનાર શ્રધ્ધાકર લુહાનાએ કે.એલ હાઈટેક પ્રિન્ટિંગ પ્રેસમાંથી પ્રશ્ન પત્ર મેળવ્યું હતું. 7 લાખમાં પેપર આરોપી પ્રદીપ નાયકને આપવામાં આવ્યું હતું. પ્રદીપ નાયકે આરોપી મોરારી પાસવાન તથા નરેશ મોહંતીને પેપર દીઠ 5 લાખમાં વેચવાનું નક્કી કર્યું હતું. મોરારી પાસવાને કમલેશ ભિખારીને પ્રશ્ન પત્ર 6 લાખમાં વેચવાનું પેપર દીઠ નક્કી કર્યું. જે બાદ કમલેશ ભીખારીએ પેપર મોહમદ ફિરોઝને પેપર દીઠ 7 લાખમાં વેચવાનું નક્કી કર્યું.

તો મોહમદ ફિરોઝએ પેપર સર્વેશને પેપર દીઠ 8 લાખમાં વેચવાનું નક્કી કર્યું. સર્વેશે પેપર પ્રભાત, મુકેશ અને મીંટુને 9 લાખમાં વેચવાનું નક્કી કર્યું. મીંટુ કુમારે પેપર 10 લાખમાં ભાસ્કર ચૌધરીને આપવાનું નક્કી કર્યું. ભાસ્કર ચૌધરીએ પેપર કેતન બારોટ, રાજ બારોટ, અનિકેત ભટ્ટ, ચિરાયું અને ઇમરાનને 10 લાખમાં વેચવાનું નક્કી કર્યું.
કેતન બારોટ, રાજ બારોટ, અનિકેત ભટ્ટ, હાર્દિક શર્મા, પ્રણવ શર્માએ આ પેપર 12 લાખમાં ઓળખીતાઓને વેચવાનું નક્કી કર્યું.  મુકેશ અને ભરત પેપર ઓળખીતાઓને 10 લાખમાં વેચવાનો હતો.

તો બીજી તરફ સૌથી મોટો સવાલ એ છે કે, આરોપીઓને હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસનું સરનામું કોણે આપ્યું? પેપર લીકમાં કોઈ અધિકારીની સંડોવણી છે? આ અંગે આરોપીઓ ગોળ ગોળ જવાબ આપે છે. આરોપીઓ ક્યાં ક્યાં ઉમેદવારોને પેપર વેચવાના હતા? આ અગાઉ કોઈ પરીક્ષામાં પેપર લીક કર્યું છે? તમામ મુદ્દે રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે. આજે 15 આરોપીઓને કોર્ટમાં રજુ કરાયા હતા. આ કેસમાં શ્રધ્ધાકર લુહાના આરોપી હજુ ફરાર છે. પ્રદીપ નાયર મુખ્ય આરોપી છે જે પેપર લાવ્યો હતો.

જીત નાયકને અમદાવાદ લાવવામાં આવ્યો

રાજ્યમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી માટે રવિવારે યોજાનારી પરીક્ષાનું પેપર વડોદરાથી લીક થતાં પરીક્ષા રદ્દ કરવામાં આવ હતી. જેના કાણે 9 લાખથી વધુ ઉમેદવારો રઝળી પડ્યા હતા. આજે વહેલી સવારે જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડના આરોપી જીત નાયકને હૈદરાબાદથી અમદાવાદ એટીએસ હેડક્વાર્ટર લવાયો હતો. જીત નાયક હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસ કે.એલ.હાઇટેકનો કર્મચારી છે. જીત નાયકે જ પેપર લીક કરીને પ્રદીપ નાયકને આપ્યું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી અપાઈ, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી અપાઈ, કોને લાગ્યો આંચકો?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Tobacco Farming: ઉત્તર ગુજરાતમાં તમાકુના વાવેતરમાં ધરખમ વધારોNavsari News : નવસારીમાં જનતાના પૈસાનો ધુમાડો!, રીંગરોડની અધુરી કામગીરીથી લોકો પરેશાનVadodara News: અટલાદરાના સરકારી આવાસ લાભાર્થીઓને ફાળવણીના અભાવે ખંડેર બન્યાSurat News : સુરતના પાલ ગ્રીન સિટીમાં આયોજિત શાલોમ ધર્મ સંમેલનમાં હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી અપાઈ, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી અપાઈ, કોને લાગ્યો આંચકો?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
'ભારતીય બાઈક ચલાવવામાં આવે છે અને પાકિસ્તાનીઓ પર પ્રતિબંધ...', UAEના શેખ પર પાકિસ્તાનના લોકો ભડક્યા
'ભારતીય બાઈક ચલાવવામાં આવે છે અને પાકિસ્તાનીઓ પર પ્રતિબંધ...', UAEના શેખ પર પાકિસ્તાનના લોકો ભડક્યા
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી
Embed widget