(Source: ECI/ABP News/ABP Majha)
Gandhinagar: સસ્તા અનાજ દુકાનધારકોની હડતાળને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો સરકાર સાથેની બેઠકમાં શું આવ્યો નિર્ણય
ગાંધીનગર: સસ્તા અનાજ દુકાનધારકોની હડતાળને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર સાથેની એસોસિએશનની બેઠક નિષ્ફળ ગઈ છે.
ગાંધીનગર: સસ્તા અનાજ દુકાનધારકોની હડતાળને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર સાથેની એસોસિએશનની બેઠક નિષ્ફળ ગઈ છે. જેથી સસ્તા અનાજ દુકાનધારકોની હડતાળ યથાવત રહેશે. સસ્તા અનાજની દુકાન ધારકોના એસો.ના પ્રમુખ પ્રહલાદ મોદીએ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયા સાથે બેઠક કરી હતી.
આ પહેલા સસ્તા અનાજની દુકાન ધારકોના એસો. અને સરકારી અધિકારીઓ વચ્ચે બેઠક મળી મળી હતી. આ બેઠકમાં બંને પક્ષે સમાધાનકારી નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવી હતી. સસ્તા અનાજની દુકાન ધરાવતા તમમ લોકોને રૂ. 20 હજાર મહિને કમિશન મળે તે મુદ્દે એસો. અને અધિકારીઓ સહમત થયા હોવાની વાત સામે આવી હતી. જો કે, એઓ. ના હોદ્દેદારોનો લેખિતમાં ઓર્ડર કરવાનો આગ્રહ રાખ્યો હતો. જોકે, આ મામલે મંત્રી સાથે મળેલી બેઠકમાં કોઈ નિર્ણય ન આવતા આખરે હડતાળ યથાવત રહેશે.
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સસ્તા અનાજ દુકાનદારોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે વાજબી માંગ હશે તો જ સ્વીકારાશે. દિવાળીના તહેવારમાં કાર્ડધારકોને મુશ્કેલી પડશે નહીં. દરેક દુકાનો પર અનાજનો પુરતો જથ્થો છે. ઓક્ટોબર મહિનામાં રાબેતા મુજબ અનાજનું વિતરણ થયું છે. નવેમ્બર મહિનાના વિતરણનું આગોતરૂ આયોજન છે. દુકાનદારો અમારા પરિવારના સભ્ય સમાન છે. દુકાનદારોની જે પણ માંગ હશે તેની ચર્ચા કરીશું. ઘટતી કમિશનની રકમ આપી દેવામાં આવી છે. કોઈને ગેરસમજણ હશે તો તેને દૂર કરાશે. દુકાનદારોની વાજબી વાતને સરકાર ખુલ્લા મને સ્વીકારશે. સમાધાન થયુ ત્યારે 300 કાર્ડની જ વાત થઈ હતી. કાર્ડની સંખ્યામાં કોઈપણ સુધારો વધારો થયો નથી. દુકાનદારો સાથે સરકાર બેસવા માટે તૈયાર છે. વાજબી માંગો હશે તે સ્વીકારવામાં આવશે. સરકારને દબાવવાનો પ્રયાસ થશે તો વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર છે. ગરીબોને અનાજ મળે તે માટે સરકાર કટિબદ્ધ છે. વૈકલ્પિક વ્યવસ્થા માટે અમે બેઠક પણ કરી લીધી છે.
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ 2 સ્પટેમ્બર પોસ્ટ કરી હતી
જનહિતની સરકાર
— Kunvarji Bavaliya (@kunvarjibavalia) September 2, 2023
રાજ્યનાં વ્યાજબી ભાવનાં દુકાનદારોને પોષણક્ષમ કમિશન મળી રહે તેમાટે ₹20,000 થી ઓછું કમિશન મેળવતા દુકાનદારશ્રીઓને ખૂટતી રકમ ઉમેરીને લઘુતમ કમિશન ₹20,000 જળવાઈ રહે તેવા ઐતિહાસિક નિર્ણયને સૈધ્ધાતિક મંજૂરી માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી દ્વારા આપવામાં આવેલ છે. pic.twitter.com/AgwMVYljKT
રાજ્યનાં વ્યાજબી ભાવનાં દુકાનદારોને પોષણક્ષમ કમિશન મળી રહે તે માટે ₹20,000 થી ઓછું કમિશન મેળવતા દુકાનદારશ્રીઓને ખૂટતી રકમ ઉમેરીને લઘુતમ કમિશન ₹20,000 જળવાઈ રહે તેવા ઐતિહાસિક નિર્ણયને સૈધ્ધાતિક મંજૂરી માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી દ્વારા આપવામાં આવેલ છે.