શોધખોળ કરો

Ahmedabad: ગુજરાત હાઇકોર્ટે NIA કોર્ટનો ચુકાદો પલટ્યો, આજીવન સજાના કેદી બિરજુને જાહેર કર્યો નિર્દોષ

Ahmedabad: ફ્લાઇટના ટોઇલેટમાં પ્લેન હાઇજેક કરવાની ધમકી આપતો પત્ર મુક્યો હતો

Ahmedabad: મુંબઇ દિલ્હી ફ્લાઇટને હાઇજેક કરવાના કેસમાં દોષિત જાહેર કરાયેલા બિરજુ સલ્લાને ગુજરાત હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો. બિરજુ સલ્લાને મુંબઇ દિલ્હી ફ્લાઇટ હાઇજેક કરવાના કેસમાં સ્પેશિયલ NIA કોર્ટે એન્ટી હાઇજેકિંગ એક્ટ 2016 હેઠળ દોષિત જાહેર કર્યો હતો અને આજીવન કેદની સજા ફટકારી હતી. બિરજુ સલ્લાની જપ્ત કરાયેલ સંપતિ મુક્ત કરવા તથા જપ્ત કરાયેલ દંડની રકમ પણ પરત કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો હતો.

Ahmedabad: ગુજરાત હાઇકોર્ટે NIA કોર્ટનો ચુકાદો પલટ્યો, આજીવન સજાના કેદી બિરજુને જાહેર કર્યો નિર્દોષ

નોંધનીય છે કે દિલ્હીની એરલાઇનમાં કામ કરતી પ્રેમિકા મુંબઇ શિફ્ટ થઇ જતા નારાજ બિરજુ સલ્લાએ તેને ડરાવવા 30 ઓકટોબર 2017 નાં રોજ દિલ્હી- મુંબઇ જેટ એરવેઝની ફ્લાઇટના ટોઇલેટમાં પ્લેન હાઇજેક કરવાની ધમકી આપતો પત્ર મુક્યો હતો. પત્રમાં લખ્યું હતું કે ફ્લાઇટમાં હાઇજેકર્સ હાજર છે. આ લખાણ ધ્યાને આવતા વિમાનનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ કેસમાં બિરજુ સલ્લાની ધરપકડ કરાઇ હતી અને તેને 119 પેસેન્જરના જીવને જોખમમાં મુકવાના આરોપમાં આજીવન કેદની સજા અને 5 કરોડ રૂપિયાના દંડની સજા ફટકારી હતી.

વેપારી બીરજુ સલ્લા મુંબઇનો રહેવાસી છે. તેણે ઓક્ટોબર-૨૦૧૭માં મુંબઇથી દિલ્હી જતી જેટ એરવેઝની ફ્લાઇટને હાઇજેક કરવાની ધમકી આપી હતી. આ ધમકી બાદ ભારે અફડાતફડી સર્જાઇ હતી અને સમગ્ર મામલાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવી હતી. એજન્સીએ તપાસ પૂર્ણ કરીને ૨૦૧૮ જાન્યુઆરીમાં સલ્લા વિરુદ્ધ ચાર્જશિટ ફાઇલ કરી હતી. ત્યારબાદ ટ્રાયલ ચાલી ગઇ હતી અને સ્પેશિયલ એનઆઇએ કોર્ટ દ્વારા વર્ષ ૨૦૧૯માં તેને આજીવન કેદની સજા ફટકારી હતી. એન્ટી-હાઇજેકિંગના કાયદા હેઠળ સજા પામનાર સલ્લા પહેલો આરોપી હતો.

સલ્લાએ પૂછપરછ દરમિયાન કહ્યું હતું કે તેને લાગતું હતું કે આનાથી જેટ એરવેઝની ફ્લાઈટ્સ બંધ થઈ જશે અને તેની ગર્લફ્રેન્ડ જે એરલાઈનની દિલ્હી ઓફિસમાં કામ કરે છે તે મુંબઈ પાછી આવી જશે.

બિરજુ સલ્લા મુંબઈનો રહેવાસી છે. જેટ એરવેઝની મુંબઈ-દિલ્હી ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગ બાદ ક્રાઈમ બ્રાન્ચે બિરજુને કસ્ટડીમાં લીધો હતો. ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સને એરક્રાફ્ટના બાથરૂમમાં એક ચિઠ્ઠી મળી હતી, જેના પછી પાઈલટને એલર્ટ કરવામાં આવ્યો હતો. આરોપી કોઈ સામાન્ય વ્યક્તિ નથી પણ મોટો ઝવેરી છે. શહેર ક્રાઈમ બ્રાન્ચે NIAને તપાસ હાથ ધરવા વિનંતી કરી હતી. સલ્લાની પ્લેન હાઇજેક વિરોધી કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું

180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર

કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે

Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત

'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ

મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું

Embed widget