શોધખોળ કરો

કોરોનાનો કહેર વધતા અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા વધી, ગઈકાલે વધુ 19 સ્થળ ઉમેરાયા

બોપલ, ખોખરા અને ઘોડાસરમાં 3 વિસ્તારોમાંથી માઈક્રો કન્ટેઈમેંટ દુર કરાયા છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધતા માઈક્રો કન્ટેઈમેંટ ઝોનની સંખ્યા પણ સતત વધી રહ્યા છે. સોમવારે શહેરના વધુ 19 સ્થળોને માઈક્રો કન્ટેઈમેંટ ઝોન તરીકે જાહેર કરાઈ છે. આ સાથે શહેરમાં કુલ 159 માઈક્રો કન્ટેઈમેંટ વિસ્તાર થઈ ગયા છે. શહેરના થલતેજ વોર્ડમાં આવેલા ઈંદ્રપ્રસ્થ ટાવરમાં સૌથી વધુ 64 મકાનો અને ઘોડાસરમાં 54 મકાનો માઈક્રો કન્ટેઈમેંટ ઝોનમા મુકાયા છે. સરદારનગરની પુષ્કર હોમ્સમાં 20 મકાનો, જોધપુરની આરોહી ઈલીસ્યુમમાં 4 મકાનો, જોધપુરનીરોઝવુડમાં 8 મકાનો, જીવરાજપાર્કની અવનિપાર્કમાં 16 મકાનો, વટવાની મોહજગર સોસાયટીમાં 7, ઘોડાસરની શ્રીરામ સોસાયટીમાં 9 મકાનો, ઘોડાસરની રાણા સોસાયટીમાં 15, ધર્મદેવનગરમમાં 12 અને આનંદ સોસાયટીમાં 8 મકાનોને માઈક્રો કન્ટેઈમેંટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.

જ્યારે મણીનગરના શ્યામ એપાર્ટમેંટમાં 12, ચાંદખેડાની શારદાકૃપા સોસાયટીમાં 8, ચાંદખેડાની દેવભૂમિ સોસાયટીમાં 3, પાલડીના સુગમ એવન્યૂમાં 4, નવરંગપુરાના પુષ્પક ટાવરમાં 3, બોડકદેવના સંતુર બંગ્લોઝમાં 8 મકાનોને માઈક્રો કન્ટેઈમેંટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે બોપલ, ખોખરા અને ઘોડાસરમાં 3 વિસ્તારોમાંથી માઈક્રો કન્ટેઈમેંટ દુર કરાયા છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 1640 નવા કેસ નોંધાયા છે. આ પહેલા 27 નવેમ્બરના રોજ 1607 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. ગઈકાલે રાજ્યમાં 1110 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,76,348, લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.74 ટકા પર પહોંચ્યો છે. હાલ 7847 એક્ટિવ કેસ છે, જેમાંથી 73  લોકો વેન્ટિલેટર પર અને 7774 લોકો સ્ટેબલ છે.

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2 મળી કુલ 4 દર્દીના મૃત્યુ થયા છે.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4454 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1640  કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4  લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

અમદાવાદ કોર્પોરેશનમાં 481, સુરત  કોર્પોરેશનમાં 429, વડોદરા કોર્પોરેશનમાં 139, રાજકોટ કોર્પોરેશનમાં 126, સુરતમાં 54, ખેડા 41, રાજકોટ 26, ભાવનગર કોર્પોરેશન -23, દાહોદ 23 , પંચમહાલ 23, જામનગર કોર્પોરેશન 22, વડોદરા 20, ગાંધીનગર કોર્પોરેશન 19, કચ્છ 17, મોરબી 17, નર્મદા 16, ગાંધીનગર 15, પાટણ 15, ભરૂચ 14, મહેસાણા 12, અમરેલી 10, આણંદ 9, ભાવનગર 9, જુનાગઢ કોર્પોરેશન 9, ગીર સોમનાથ અને નવસારી 8-8 કેસ નોંધાયા હતા.

ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ ?

અમદાવાદ કોર્પોરેશનમાં 351, સુરત કોર્પોરેશનમાં 296, વડોદરા કોર્પોરેશનમાં 92, રાજકોટ કોર્પોરેશનમાં 81, સુરતમાં 13, ખેડા 22, ભાવનગર કોર્પોરેશન 16, પંચમહાલમાં 7, સાબરકાંઠા 5, મહેસાણા 27, રાજકોટ 16, વડોદરા 22, જામનગર કોર્પોરેશન 16, કચ્છ 11, અમદાવાદ 5 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગઈકાલે રાજ્યમાં 1110 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,76,348 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 32,74,493 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,03,693 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં ગઈકાલે કુલ 2,32,831 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,22,186 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
IND vs AUS 1st Test: જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
જસપ્રીત બુમરાહે એકલા જ તોડી નાખી કાંગારુઓની કમર, આવું કરનારા બન્યો વિશ્વનો બીજો બોલર
Embed widget