શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાએ ફરી ઉથલો મારતા અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા વધી
29 દિવસ બાદ ફરી 80થી વધુ કેસ નોંધાયા છે. આ પહેલા 26 જાન્યુઆરીએ 89 કેસ નોંધાયા હતા.
અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા મોડો મોડે પ્રશાસન જાગ્યું છે. અમદાવાદ શહેરમાં નવા ત્રણ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા છે. નવા ત્રણ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં બોડકદેવ, ગોતા અને નિકોલ વિસ્તારમા આવેલ છે અને 152 ઘર માઈક્રો કેન્ટેનમેન્ટ ઝોનમાં છે.
અમદાવાદમાં ફરીએકવાર કોરોનાના કેસ વધ્યા છે. 29 દિવસ બાદ ફરી 80થી વધુ કેસ નોંધાયા છે. આ પહેલા 26 જાન્યુઆરીએ 89 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 81 નવા કેસ અને 66 દર્દી સાજા થયા છે.
ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગઈકાલે રાજ્યમાં 380 નવા કેસ નોંધાયા હતા જ્યારે 296 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. અત્યાર સુધી કુલ 2,68,380 કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે આજે અમદાવાદ કોર્પોરેશનમાં એકના મોત સાથે કુલ મૃત્યુઆંક 4407 પર પહોંચ્યો છે. રાજ્યમાં 22 દિવસ બાદ સોમવારે કોરોનાના કેસ 300થી વધારે નવા કેસ નોંધાયા હતા.
રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.66 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 261871 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં હાલ 1869 એક્ટિવ કેસ છે, જેમાંથી 33 લોકો વેન્ટિલેટર પર અને 1836 લોકો સ્ટેબલ છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 81, વડોદરા કોર્પોરેશમાં 70, સુરત કોર્પોરેશન 57, રાજકોટ કોર્પોરેશન 46, વડોદરા-10, રાજકોટ-9, જામનગર-8, જામનગર કોર્પોરેશન-8, કચ્છ-7, સુરત-7, આણંદ, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, ખેડા અને સાબરકાંઠામાં 5-5 કેસ નોંધાયા હતા.
રાજ્યના 6 જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
આઈપીએલ
રાજકોટ
Advertisement
gujarati.abplive.com
Opinion