Ahmedabad Covid-19 Cases: કોરોનાનો પ્રકોપ વધતા અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 163એ પહોંચી
ગઈકાલે રાજ્યમાં 1580 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.
![Ahmedabad Covid-19 Cases: કોરોનાનો પ્રકોપ વધતા અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 163એ પહોંચી Ahmedabad Corona cases spike number of micro containment zones increased amid COVID-19 cases increase Gujarat capital city Ahmedabad Covid-19 Cases: કોરોનાનો પ્રકોપ વધતા અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 163એ પહોંચી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/22/d1c0c80679be35f4f82a28e766c3ec13_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કૉર્પોરેશની ચૂંટણી પૂર્ણ થતા જ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. અમદાવાદ શહેરમાં વધારે નવા 18 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં ઉમેરાતા સંખ્યા 163 પર પહોંચી છે. તો શહેરના સાઉથ બોપલ સ્થિત ગાલા એરિયાના 700 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. તો સંક્રમણથી સૌથી વધારે અમદાવાદ પશ્ચિમના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. કેમ કે અમદાવાદ ગોતા, જોધપુર અને વાસણા વિસ્તારમાં કોરોનાના
કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 1580 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. ગઈકાલે રાજ્યમાં 989 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,75,238 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.90 ટકા પર પહોંચ્યો છે. હાલ 7321 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 લોકો વેન્ટિલેટર પર અને 7250 લોકો સ્ટેબલ છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1 અને વડોદરામાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4450 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1580 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 443, સુરત કોર્પોરેશનમાં 405, વડોદરા કોર્પોરેશનમાં 112, રાજકોટ કોર્પોરેશનમાં 109, સુરતમાં 105, ખેડા 31, ભાવનગર કોર્પોરેશન -30, પંચમહાલ 29, સાબરકાંઠા 29, મહેસાણા 28, રાજકોટ 21, વડોદરા 20, દાહોદ 17, ગાંધીનગર કોર્પોરેશન 16, ગાંધીનગર 15, જામનગર કોર્પોરેશન 13, પાટણ 13, આણંદ 12, જામનગર 12, નર્મદા 12, ભરૂચ 11 અને કચ્છ 10 કેસ નોંધાયા હતા.
ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ ?
અમદાવાદ કોર્પોરેશનમાં 291, સુરત કોર્પોરેશનમાં 293, વડોદરા કોર્પોરેશનમાં 110, રાજકોટ કોર્પોરેશનમાં 86, સુરતમાં 18, ખેડા 18, ભાવનગર કોર્પોરેશન 14, પંચમહાલમાં 3, સાબરકાંઠા 10, મહેસાણા 11, રાજકોટ 20,વડોદરા 20, જામનગર કોર્પોરેશન 16, કચ્છ 11, અમદાવાદ 9 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગઈકાલે રાજ્યમાં 989 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,75,238 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 30,48,462 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,96,893 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં ગઈકાલે કુલ 2,16,439 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,09,305 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)