Ahmedabad Rath Yatra 2024: રથયાત્રાના દિવસે આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસે વૈકલ્પિક રુટ કર્યા જાહેર, જાણો મહત્વની જાણકારી
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા 7 જૂલાઈ રવિવારના દિવસે નિકળશે. જેને લઈ શહેરમાં અનેક રૂટ માં સવારે 5 થી 11 વાગ્યે અને સાંજે 6 થી 8 વાગ્યા સુધી આસ્ટોડિયા સર્કલથી રાયખડ સુધીનો રોડ બંધ રહેશે.
અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા 7 જૂલાઈ રવિવારના દિવસે નિકળશે. જેને લઈ શહેરમાં અનેક રૂટ માં સવારે 5 થી 11 વાગ્યે અને સાંજે 6 થી 8 વાગ્યા સુધી આસ્ટોડિયા સર્કલથી રાયખડ સુધીનો રોડ બંધ રહેશે. ટ્રાફિક વિભાગ દ્વારા મુખ્ય 6 રસ્તાઓ બંધ કરીને ડાયવર્ઝન રૂટ નકકી કરવામાં આવ્યા છે. રથયાત્રાના રુટ પરથી પસાર થનારા તમામ વાહનોને અવર જવર બંઘ રહેશે. વૈકલ્પિક રૂટ દ્વારા વાહનો અવર જવર થઇ શકશે.
પ્રતિબંધિત રુટ
ખમાસા ચાર રસ્તા, જમાલપર ચાર રસ્તા, જમાલપુર ફુલબજાર
રાયખડ ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજા
આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલ
સારંગપુર સર્કલ, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રીજ, સરસપુર, શારદાબેન હોસ્પિટલ ચાર રસ્તા, અમદુપુરા
પ્રેમ દરવાજા, દરીયાપુર દરવાજા, દિલ્હી ચકલા
શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, આરસી હાઈસ્કૂલ, ઘીકાંટા ચાર રસ્તા, પાનકોર નાકા, માણેકચોક, ગોળ લીમડા
અમદાવાદમાં રથયાત્રાને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે મુસાફરો માટે પોલીસની બે વાનનો ઉપયોગ કરી શકાશે. એક પોલીસવાન સારંગપુર અને એક દરિયાપુરથી મુસાફરોને બેસાડી રેલવે સ્ટેશન પહોંચાડશે. ટ્રેનની ટીકીટ બતાવી ફ્રી પોલીસ વાનનો ઉપયોગ કરી શકાશે.
કાલુપુર રેલવે સ્ટેશનમાં મુસાફરી કરનાર માટે ટ્રાફિક પોલીસે અપીલ કરી છે કે વધુમાં વધુ મેટ્રો રેલનો ઉપયોગ કરવામાં આવે. રથયાત્રા રૂટ પર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. રથયાત્રા જોવા આવતા લોકોને વાહન પાર્ક કરવા માટે પાર્કિંગ પ્લોટનો ઉપયોગ કરવા માટે એક લિંક પરથી જાણી શકશે.
નો પાર્કિંગ ઝોન
જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભ,ખમાસા, ગોળલીમડા, આસ્ટોડીયા ચકલા,(બીઆરટીએસ રુટ સહિત) મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જૂની ગેટ, ખાડીયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમ દરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔતમ પોળ, આર સી હાઈ સ્કૂલ, દિલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઈ માણેકચોક શાક માર્કેટ, દાણીપીઠ, ખમાસા થઈ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તારમાં નો માર્કિંગ ઝોન રહેશે. આ જાહેરનામનો અમલ તારીખ 6 જૂલાઈથી લઈને રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી રહેશે.
IG કક્ષાના અધિકારીઓથી લઈને પોલીસકર્મીઓ સુધી મળી કુલ 18,784 સુરક્ષા કર્મીઓ રથયાત્રામાં ફરજ પર રહેશે. સમગ્ર રથયાત્રા દરમિયાન મુવિંગ બંદોબસ્ત દ્વારા યાત્રારથ-ટ્રકો-અખાડા-ભજન મંડળીઓની સુરક્ષા માટે 4500થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે.