![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Crime News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં અંધાધૂંધ ફાયરિંગ, ત્રણ રાઉન્ડ ફાયરિંગના દ્રશ્યો કેમેરામાં કેદ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ફાયરિંગના ચોંકાવનાર દ્રશ્યો સામે આવ્યાં છે. કાયદાનો કોઇ ડર ન હોય તે રીતે શખ્સ ફાયરિંગ કરતો જોવા મળ્યો
![Crime News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં અંધાધૂંધ ફાયરિંગ, ત્રણ રાઉન્ડ ફાયરિંગના દ્રશ્યો કેમેરામાં કેદ Three rounds of firing in Tapovan area of Chandkheda, Ahmedabad Crime News: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં અંધાધૂંધ ફાયરિંગ, ત્રણ રાઉન્ડ ફાયરિંગના દ્રશ્યો કેમેરામાં કેદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/12/2c38303e5bf1d3ba36000befb520e943170503960790481_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Crime News:અમદાવાદના ચાંદખેડામાં તપોવન સર્કલ પાસે ફાયરિંગની ઘટના બની હતી.અહીં એક શખ્સે અંધાધૂંધ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી ગઇ છે. જો કે સદભાગ્યે ફાયરિંગમાં કોઇ જાનહાનિ નથી થઇ. ક્યાં કારણોસર ફાયરિગ કરવામાં આવ્યું તેનું કારણ હજુ પણ સામે આવ્યું નથી.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા અમદાવાદ શહેરમાં બોપલ વિસ્તારમાં ફાયરિંગ થયું હતું,. બાદ આ ફાયરિંગની બીજી ઘટના છે. બેફામ ફાયરિંગ કરતા શખ્સને કાયદો કોઇ ડર ન હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સમગ્ર ઘટનાને લઇને ચાંદખેડા પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદ તપોવન સર્કલ પાસે શક્તિ પાન પાર્લર પાસે અજાણ્યા શખ્સે કારમાંથી ઉતરીને ફાયરિંગ કર્યાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ શખ્સ ફાયરિંગ કરીને ગાડીમાં જતો જોવા મળે છે.સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો શક્તિ પાન પાર્લર પાસે કારમાંથી ઉતરીને એક શખ્સ આવે છે અને જેમ તેમ અપશબ્દો બોલાવા લાગે છે. આ સમયે પાન પાર્લરના માલિક તેમને આવું ન કરવા માટે ટકોર કરે છે તો આ સમયે તે તેમને ધક્કો મારીને ઉગ્ર બોલાચાલી બાદ ત્યાંથી ફરાર થઇ જાય છે અને થોડીવાર બાદ કારમાં તેમના મિત્રો સાથે આવે છે અને 3થી4 રાઉન્ડ ફાયરિંગ કરે છે. પોલીસે હરિસિંહ અને કારમાં તેમની સાથે આવેલા તેમના મિત્ર સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)