Jagadish Vishwakarma: જગદીશ વિશ્વકર્મા બન્યા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છા
Jagadish Vishwakarma: આજે જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે કમલમ (ભાજપ કાર્યાલય) ખાતે પદગ્રહણ કરવા જઈ રહ્યા છે. તેમની સાથે જોડાયેલી તમામ અપડેટ તમને અહીં મળશે.
LIVE

Background
Jagadish Vishwakarma: આજે જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે કમલમ (ભાજપ કાર્યાલય) ખાતે પદગ્રહણ કરવા જઈ રહ્યા છે. આજે સવારે 10 વાગ્યે આ અંગેની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. આ સમારોહમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને ચૂંટણી અધિકારી કે. લક્ષ્મણ ઉપસ્થિત રહેશે. તેમની સાથે પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. જગદીશ વિશ્વકર્મા તેમના નિવાસસ્થાનેથી રેલી સ્વરૂપે કમલમ જવા રવાના થશે. આ પદગ્રહણ સમારોહમાં ભાજપના સાંસદો અને ધારાસભ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહે તેવી શક્યતા છે.
જગદીશ વિશ્વકર્મા બન્યા ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની સત્તાવાર વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને શ્રીફળ અર્પણ કર્યું હતું, જ્યારે પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલે જગદીશ વિશ્વકર્માને ભાજપનો ઝંડો સુપરત કર્યો હતો. નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગદીશ વિશ્વકર્માને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે ભાજપ હંમેશા સરકાર અને સંગઠનના તાલમેલથી આગળ વધે છે, અને દરેકને સાથે લઈને ચાલવું એ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મંત્ર છે.
શ્રી @MLAJagdish ને સર્વાનુમતે ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટાવવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. pic.twitter.com/yQTZk7gLXb
— BJP Gujarat (@BJP4Gujarat) October 4, 2025
પૂર્વ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું નિવેદન
ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલે તેમના કાર્યકાળની સફળતાઓ અને પડકારો અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સવા પાંચ વર્ષ પહેલાં તેમને પ્રદેશ ભાજપની જે જવાબદારી સોંપવામાં આવી હતી, તે તમામ કાર્યકરોના સાથ-સહકારથી તેમણે સફળતાપૂર્વક નિભાવી.
કાર્યકાળની સિદ્ધિઓ:
- તેમના નેતૃત્વમાં ભાજપ 2022ની વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો જીતવામાં સફળ રહ્યું.
- લોકસભાની ચૂંટણીમાં પણ 26માંથી 25 બેઠકો જીતી.
- 2022ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષને 2 કરોડથી વધુની લીડ મળી હતી.
- વિધાનસભાની તમામ પેટાચૂંટણીઓ અને તમામ 31 જિલ્લા પંચાયતો પર ભાજપે વિજય મેળવ્યો.





















