Rain update: અમદાવાદમાં ધોધમાર વરસાદ, આ વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજ સવારથી અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદના કારણે અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.
Rain update:રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજ સવારથી અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદના કારણે અનેક વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.
રાજયમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સવારમાં વરસાદનું આગમન થયું. અહીં સાબરમતી, શાહીબાગ, રાણીપ,RTO સર્કલ વિસ્તારમાં વરસાદના કારણે મોટાપ્રમાણમાં પાણી ભરાયા છે. હેલમેટ સર્કલ સહિતના વિસ્તારમાં વરસાદ ભરાતા આખરે ફરી એકવાર મનપાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલ્લી છે. અમદાવાદમાં વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે.અમદાવાદનાતલાવડી, એયરપોર્ટ સર્કલ, રાણીપ વિસ્તારમાં એટલું પાણી છે કે વાહન ચાલક સહિત રાહદારી પણ ખૂબ જ હાલાકી ભોગવી રહ્યાં છે.
અમદાવાદમાં ભારે વરસાદના કારણે મણીનગરમાં ઈમારતનો એક ભાગ ધરાશાયી થયો હતો. ઉત્તમનગર સ્લમ ક્વાર્ટરની ઈમારતનો ભાગ ધરાશાયી થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અને જર્જરિત ઇમારતમાંથી રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને લોકોનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જો કે સદભાગ્યે હજું સુધી કોઇ જાનહાનિના સમાચાર નથી.
અમદાવાદના મણિનગરમાં ઇમારતની બાલ્કની ધરાશાયી, 30 લોકોનું રેસ્ક્યુ કરાયુ
અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક બિલ્ડિંગની બાલ્કની ધરાશાયી થઇ હતી. મળતી જાણકારી અનુસાર, મણીનગર સ્થિત ઉત્તમ નગરમાં 70 વર્ષ જૂના સ્લમ ક્વાર્ટરના બે મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. ફાયર વિભાગે 30 લોકોના રેસ્ક્યુ કર્યું હતું. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.
અમદાવાદના ઉત્તમ નગર વિસ્તારમાં આવેલા 70 વર્ષ જૂના સ્લમ ક્વાર્ટરના બે મકાનની બાલ્કનીનો ભાગ વહેલી સવારે ધરાશાઇ થયો હતો. ઉત્તમ નગર ક્વાટર્સમાં કુલ આઠ બ્લોક આવેલા છે અને 256 મકાનોમાં કુલ 1500 જેટલા લોકો રહે છે. સવારે સાત વાગ્યાની આસપાસ ચોથા માળની બાલ્કનીનો ભાગ ત્રીજા માળની બાલ્કની ઉપર પડતા બંન્ને મકાનને નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે છ બાળકો સહિત કુલ 30 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
ફાયર અધિકારી સ્વસ્તિક જાડેજાએ પણ એબીપી અસ્મિતાની વાતચીતમાં કહ્યું હતું કે મકાન જૂના થઈ ગયા છે અને એસ્ટેટ વિભાગની ટીમને સ્ટ્રકચર રિપોર્ટ તૈયાર કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે જે બાદ અન્ય કોઈ બ્લોકમાં પણ જોખમ હશે તો તેને પણ ખાલી કરાવવામાં આવશે.