શોધખોળ કરો
Advertisement
નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકાની પોલીસે કરી ધરપકડ, જાણો કોણ છે આ સંચાલિકા
સ્વામી નિત્યાનંદે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરી જણાવ્યું હતું કે, અમારા અનુયાયીઓ શ્રેષ્ઠ છે પણ ગુજરાતમાં અમને ટાર્ગેટ કરવામાં આવે છે.
અમદાવાદ: હાથીજણા વિસ્તારમાં આવેલા સ્વામી નિત્યાનંદ આશ્રમના વિવાદને લઈને રોજ નવો વળાંક આવી રહ્યા છે ત્યારે આજે ગુજરાત પોલીસે આશ્રમની પ્રાણપ્રિયા અને તત્વપ્રિયા નામની બે સંચાલિકાઓની ધરપકડ કરી છે. પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ નામની બે સંચાલિકાને પોલીસે સગીરાઓ સાથે દુર્વ્યવહારના આરોપસર ધરપકડ કરી છે તેવું જાણવા મળ્યું છે. બે યુવતીઓના પિતાએ તેમની દીકરીઓ ગુમ થયાની ફરિયાદ કરી છે જેને લઈને પોલીસે કાર્યવાહી કરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલા સ્વામી નિત્યાનંદના યોગિનીસર્વાજ્ઞપીઠમ આશ્રમમાં ચાર બાળકોને ગોંધી રાખવાના મામલે આશ્રમના સ્થાપક સ્વામી નિત્યાનંદ અને પ્રાણપ્રિયા તેમજ તત્વપ્રિયા સામે ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ ફરિયાદી અને બાળકોના પરિવારે પોલીસને ધમકી મળી હોવાનું જણાવતા ફરિયાદી અને બાળકોના પરિવારને પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion