Accident: અમદાવાદ-લીંબડી હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત, બે લોકોના મોત
અમદાવાદ-લીંબડી હાઈવે પર મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો
અમદાવાદ-લીંબડી હાઈવે પર બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતા. મળતી જાણકારી અનુસાર, અમદાવાદ-લીંબડી હાઈવે પર મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભીષણ હતો કે અકસ્માત બાદ બંને ટ્રકમાં આગ લાગી હતી. તો બંને ટ્રક ચાલકોના મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
Ahmedabad: BMW કાર ચાલકે રાહદરી કપલને લીધું અડફેટે, જાણો કારમાંથી શું મળ્યું ?
Ahmedabad News: અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. સિમ્સ હોસ્પિટલથી ઝાયડસ હોસ્પિટલ જવાના રસ્તા પર આ ઘટના બની છે. BMW કાર ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હોવાની આશંકા છે. રોડ પર ચાલી રહેલા રાહદારી કપલને કાર ચાલકે અડફેટે લીધા હતા. BMW કાર ચાલક ઘટના સ્થળ પરથી દોઢ કિલોમીટર આગળ ગાડી મૂકીને નાસી ગયો હતો. ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી.
રાજકોટમાં રોડ ક્રોસ કરતાં વિદ્યાર્થીને કાર ચાલકે ઉડાવ્યો
રાજકોટ રસ્તો ક્રોસ કરતા ધોરણ 4 ના વિદ્યાર્થી કારચાલકે હડફેટે લેતા મોત થયું છે. અકસ્માતમાં જયેશ ઉર્ફે ચીકી ગોહેલ નામના બાળકનું મોત થયું છે. બાળકને અડફેટે લઈ કાર ચાલક કાર મૂકી ફરાર થયો હતો. કુવાડવાના મધરવાડા રોડ પર આ ઘટના બની હતી.કાર નંબર GJ3HR 5584 નંબર ના આધારે કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.
અમદાવાદના CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી વધુ એક યુવતીએ લગાવી છલાંગ
અમદાવાદ શહેરમાં આપઘાત કરવાની ઘટનાઓ વધી રહી છે. શહેરમાં ભરચક ટ્રાફિક વાળા વિસ્તાર ગણાતા CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી કૂદકો મારીને આપઘાત કરવાની ત્રીજી ઘટના બની છે. આજે 23 વર્ષિય યુવતીએ CTM બ્રિજ પરથી ઝંપલાવ્યું હોવાની ઘટના સામે આવી છે. ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
અગાઉ 6 ફેબ્રુઆરીએ પણ એક યુવતીએ ઓવરબ્રિજ પરથી છલાંગ લગાવી હતી. આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ ગયાં હતાં. લોકોએ યુવતીને બચાવી હતી. ત્યાર બાદ મણિનગરની એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. 17 ફેબ્રુઆરીએ આ જ બ્રિજ પરથી 12 વર્ષના બાળકે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમયે ધોરણ 7માં અભ્યાસ કરતા બાળકને માનસિક બિમારીની દવા ચાલતી હોવાનું સામે આવ્યું હતું. બાળકને ઘરે પિતાએ ઠપકો આપતા માતા પિતાને ઘરમાં પુરીને આપઘાતનો પ્રયાસ કરવા પહોંચ્યો હતો.પોલીસની સજાગતા એ બાળકનો જીવ બચાવ્યો હતો. અમદાવાદના આ બ્રિજ પરથી છલાંગ લગાવવાની ઘટના ચિંતાજનક છે.