ગુજરાતને મળશે વધુ એક વંદે ભારત ટ્રેન, ચાર કલાકમાં પહોંચાડશે ઉદયપુર
ગુજરાતને મળશે વધુ એક વંદે ભારત ટ્રેન મળવા જઇ રહી છે. પશ્ચિમ રેલવે અસારવા- ઉદયપુર વચ્ચે વંદેભારત ટ્રેન દોડાવશે

ગુજરાતને મળશે વધુ એક વંદે ભારત ટ્રેન મળવા જઇ રહી છે. પશ્ચિમ રેલવે અસારવા- ઉદયપુર વચ્ચે વંદેભારત ટ્રેન દોડાવશે જેથી અમદાવાદ- ઉદયપુર વચ્ચે મુસાફરી કરતા લોકોને વધુ એક સુવિધા મળશે. આ ટ્રેન અસારવાથી ઉપડીને હિંમતનગર ખાતે માત્ર એક સ્ટોપેજ કરીને 4 કલાકમાં ઉદયપુર પહોંચાડશે. ગુજરાતમાં પણ અમદાવાદથી મુંબઈ વચ્ચે 2, સાબરમતી-જોધપુર વચ્ચે એક અને અમદાવાદ-ઓખા વચ્ચે એક મળીને કુલ 4 વંદે ભારત ટ્રેન દોડી રહી છે.
આગામી સમયમાં અસારવાથી ઉદયપુર વચ્ચે પાંચમી વંદે ભારત ટ્રેનની સેવા શરૂ કરવામાં આવશે. અસારવાથી ઉદયપુર વચ્ચેની આ વંદે ભારત ટ્રેનમાં આઠ કોચ રહેશે. તેમજ આ વંદે ભારત ટ્રેન ઉદયપુરથી સવારે 6 વાગ્યાને 10 મીનિટે ઉપડીને હિંમતનગર 9 વાગ્યાને 10 મીનિટે પહોંચશે. હિંમતનગર સ્ટેશન ખાતે 2 મીનિટના રોકાણ બાદ 9 વાગ્યાને 12 મીનિટે ફરી ઉપડીને સવારે 10 વાગ્યાને 25 મીનિટે અસારવા સ્ટેશન પહોંચશે. તેમજ આ ટ્રેન અસારવાથી સાંજે 5 વાગ્યાને 45 મીનિટે ઉપડીને 6 વાગ્યાને 58 મીનિટે હિંમતનગર પહોંચશે. આ નવી વંદે ભારત સપ્તાહમાં મંગળવાર સિવાયના તમામ દિવસો દોડશે. તાજેતરમાં અમદાવાદ-અસારવા-ઉદયપુર લાઈનનું ઈલેક્ટ્રિફિકેશનનું કામ પૂરૂ થયું છે. 14 જાન્યુઆરીથી અસારવાથી ટ્રેન ઈલેક્ટ્રિક એન્જિનથી દોડાવવામાં આવી રહી છે. હવે આ રૂટ પર વંદે ભારત ટ્રેનનું પણ સંચાલન શરૂ કરાશે.
બોર્ડે આ સંદર્ભમાં દરખાસ્ત માંગી છે અને પશ્ચિમ રેલવે, મુંબઈએ બોર્ડના મૌખિક આદેશ પર પોતાનો પ્લાન તૈયાર કર્યો છે. જો બધું બરાબર રહ્યું તો ફેબ્રુઆરી મહિનાથી આ ટ્રેનના સંચાલનની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. આ નવી વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડશે, જેમાં તે મંગળવારે દોડશે નહીં. આ ટ્રેનમાં કુલ 8 કોચ હશે અને તે સંપૂર્ણપણે ચેર કાર સુવિધાથી સજ્જ હશે, જે મુસાફરોને આરામદાયક મુસાફરીનો અનુભવ આપશે.
આ ઉપરાંત રેલવે બોર્ડ જયપુરથી અમદાવાદ વાયા ઉદયપુર સુધી સ્લીપર વંદે ભારત ટ્રેન શરૂ કરવાનું પણ વિચારી રહ્યું છે. આ દરખાસ્તનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે જેથી મુસાફરોને વધુ અનુકૂળ મુસાફરીનો વિકલ્પ મળી શકે. વંદે ભારત ટ્રેનો તેમની હાઇ સ્પીડ, અત્યાધુનિક સુવિધાઓ અને આરામદાયક મુસાફરીના અનુભવ માટે જાણીતી છે. જો આ યોજના અમલમાં આવશે તો આ રૂટ પર મુસાફરી કરતા મુસાફરોને ઘણો ફાયદો થશે.
ઉદયપુર-અસારવા રેલવે સેક્શનનું વિદ્યુતીકરણ કાર્ય તાજેતરમાં પૂર્ણ થયું છે, જેના કારણે હવે આ રૂટ પર ઇલેક્ટ્રિક ટ્રેનોનું સંચાલન શક્ય બન્યું છે. આ રૂટ પર પહેલીવાર 11 જાન્યુઆરીથી ઇન્દોર-અસારવા ટ્રેન અને 14 જાન્યુઆરીથી કોટા-અસારવા ટ્રેન ઇલેક્ટ્રિક એન્જિન સાથે શરૂ કરવામાં આવી છે.
નવી વંદે ભારત ટ્રેન શરૂ થવાથી રાજસ્થાન અને ગુજરાત વચ્ચે મુસાફરી કરતા મુસાફરોને ઘણી સુવિધા મળશે. ટ્રેનની હાઇ સ્પીડ, આધુનિક સુવિધાઓ અને આરામદાયક બેઠક વ્યવસ્થા તેને મુસાફરો માટે ઉત્તમ પસંદગી બનાવશે. આ ઉપરાંત, જો સ્લીપર વંદે ભારત ટ્રેન જયપુર-ઉદયપુર-અમદાવાદ રૂટ પર ચલાવવામાં આવે તો લાંબા અંતરના મુસાફરોને પણ એક ઉત્તમ મુસાફરીનો અનુભવ મળશે. આ નવી ટ્રેનના સંચાલનની સત્તાવાર જાહેરાત ફેબ્રુઆરીમાં થવાની અપેક્ષા છે, જેનો લાભ મુસાફરોને મળશે.
અમદાવાદના કાલુપુર અને સાળંગપુર ઓવરબ્રિજનું થશે નવીનીકરણ, મુખ્યમંત્રીએ ફાળવ્યા ૨૨૦ કરોડ




















