કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવ્યા ગુજરાતનાં પ્રવાસે, વિવિધ કાર્યોનું લોકાર્પણ કરશે
કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)ફરી એકવાર ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટિલ અને સંગઠનના અન્ય હોદ્દેદારો તેમના સ્વાગત માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા.
કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)ફરી એકવાર ગુજરાત પ્રવાસે પહોંચ્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટિલ અને સંગઠનના અન્ય હોદ્દેદારો તેમના સ્વાગત માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ પોતાના મત વિસ્તારમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. અમદાવાદ-ગાંધીનગરમાં બનેલા અલગ-અલગ ત્રણ ઓવર બ્રિજનું ઉદ્ધાટન કરશે.
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અમિત શાહને કાલોલ APMCનું લોકાર્પણ કરવા આગ્રહ કર્યો હતો અને અમિત શાહે પણ તેઓના આગ્રહને માન આપ્યું છે. આ તમામ કાર્યક્રમો બાદ અમિત શાહ અધિકારીઓ સાથે બેઠક યોજીને વિકાસના કાર્યોની સમીક્ષા કરશે ત્યારબાદ 22 તારીખે ચાર વિધાનસભા મત વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
21 જૂનનો અમિત શાહનો કાર્યક્રમ
સવારે 9.15 વાગ્યે અમદાવાદ બોડકદેવમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય રસીકરણ કેન્દ્રની મુલાકાત
9.45 વાગ્યે વૈષ્ણોદેવી ફ્લાયઓવરનું લોકાર્પણ
9.55 વાગ્યે ખોડીયાર કન્ટેનર ડેપો ફલાયઓવરનું લોકાર્પણ
10.30 વાગ્યે પાનસર છત્રાલ રોડ પર નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ લોકાર્પણ કાર્યક્રમ
10.45 વાગ્યે કલોલ ખેતીવાડી કેન્દ્ર એપીએમસીનું લોકાર્પણ
12.30 વાગ્યે કલવડા પે સેન્ટર સ્કુલ રસીકરણ કેન્દ્રની મુલાકાત
12.45 વાગ્યે રૂપાલ પ્રાથમિક હેલ્થ સેન્ટર રસીકરણ કેન્દ્રની મુલાકાત
22 જૂનનો કાર્યક્રમ
9.30 વાગ્યે સિંધુભવન રોડ પાસે વૃક્ષારોપણ કાર્યક્રમ