શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમિત શાહે અમદાવાદમાં ઈલેક્ટ્રિક બસોનું કર્યું લોકાર્પણ, જાણો બસની શું છે વિશેષતા
બસો પૈકી 18 બસોમાં બેટરી સ્વેપ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ભારતભરમાં પ્રથમવાર અમલમાં આવી છે.
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ બુધવારે મોડી રાતે અમદાવાદ આવી પહોંચ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ જનમાર્ગ લિ. દ્વારા ગ્રીન અને ક્લિન જાહેર પરિવહન પૂરૂં પાડવાના પ્રયાસરૂપે આજ રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણી 8 ઈલેક્ટ્રિક બસોનું લોકોર્પણ કર્યું હતું. લોકાર્પણ બાદ 18 ઈલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે. જ્યારે આગામી બે મહિનામાં બાકીની 32 બસો આવશે. શાહ પીડીપીયુના પદવીદાન સમારોહ, સાયન્સ સીટીમાં વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગરમાં સર્કિટહાઉસમાં મળનારી બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે.
કેન્દ્ર અને ગુજરાત સરકાર મળેલા નિર્દેશ મુજબ, કુલ 50 ઈલેક્ટ્રિક બસોને ગ્રોસ કોસ્ટ મોડલ પર લેવામાં આવશે. આ તમામ બસો 50 મુસાફરોની ક્ષમતા વાળી એસી બસો છે. આ બસોને કારણે વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાતું પણ અટકશે. આ બોસમાં સુરક્ષા માટે ઓટોમેટિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ પણ લાગેલી હશે. જેથી બેટરીમાં આગ લાગવાના કારણે થતી દુર્ઘટના અટકાવી શકાશે. તેમજ ઓટોમેટિક ડોર સેન્સરને કારણે બસના દરવાજા ખુલ્લા હોવાની સ્થિતિમાં બસ ચાલી શકશે નહીં.
આ 50 બસો પૈકી 18 બસોમાં બેટરી સ્વેપ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ભારતભરમાં પ્રથમવાર અમલમાં આવી છે. સ્વેપ ટેકનોલોજી ધરાવતી બસમાં એકવાર સ્વેપ કરવાથી 40 કિલો મીટર જેટલી મુસાફરી કરી શકાય છે. વધુમાં અન્ય 32 બસોમાં ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવશે. જેમાં પ્રતિ ચાર્જ દીઠ 200 કિલો મીટરની મુસાફરી કરી શકાશે.
ઈ-બસના ચાર્જિંગ માટે ફાસ્ટ ચાર્જિંગ અને સ્વેપ ચાર્જિંગ એમ બે પદ્ધતિ વિશ્વમાં પ્રચલિત છે. ભારતમાં પ્રથમવાર ઉપયોગમાં આવનારી સ્વેપ ટેક્નોલોજીથી તંત્ર દ્વારા બીઆરટીએસ કોરિડોરમાં દોડનારી તમામ ઈલેક્ટ્રિક બસની રોબોટ દ્વારા બેટરી બદલાશે. જ્યારે પણ કોઇ બસની બેટરી 20 ટકાનું માપ બતાવે ત્યારે તે ઈલેક્ટ્રિક બસ રાણીપના ચાર્જિંગ બસ સ્ટેશને પહોંચી ડિસ્ચાર્જ થયેલી બેટરીને રોબોટ દ્વારા બદલી નવી બેટરી ફિટ કરશે. ત્યારબાદ આ રોબોટ ડિસ્ચાર્જ થયેલી બેટરીને ઓટોમેટિકલી ચાર્જિંગમાં મૂકશે.
ભારતને યુદ્ધની ધમકી આપતા પાકિસ્તાન પાસે લાઇટ બિલ ભરવાના પણ નથી રૂપિયા, પ્રધાનમંત્રી સચિવાલયનું કપાઇ શકે છે કનેકશન ધોનીના કરિયરનો ધ એન્ડ ? દક્ષિણ આફ્રિકા સામે ટીમમાં સ્થાન મળવાની શક્યતા નહીંવત મોદી સરકારનો મોટો નિર્ણય, હવે ફોનની જેમ વીજળી કંપની પણ બદલી શકાશેGujarat: Union Home Minister Amit Shah flags off battery operated Eco-friendly buses in Ahmedabad; also takes part in a tree plantation drive. pic.twitter.com/5IdsRAZab5
— ANI (@ANI) August 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion