શોધખોળ કરો

Ahmedabad: આખરે આમ આદમી પાર્ટીના નેતાની કોંગ્રેસમાં ઘર વાપસી, શક્તિસિંહ ગોહિલની હાજરીમાં પાર્ટીમાં જોડાયા

અમદાવાદ: આખરે પૂર્વ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા કોંગ્રેસમાં ફરી જોડાયા છે. આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખતા સાગઠિયાએ ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.

અમદાવાદ: આખરે પૂર્વ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા કોંગ્રેસમાં ફરી જોડાયા છે. આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખતા સાગઠિયાએ ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. તમને જણાવી દઈએ કે, રાજકોટના જ કોંગ્રેસી નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ સાથે સાગઠિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જો કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં પરત ફર્યા હતા પરંતુ વશરામ સાગઠિયા આપમાં જ રહ્યા હતા. જો કે, આજે તેઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. 

Ahmedabad: આખરે આમ આદમી પાર્ટીના નેતાની કોંગ્રેસમાં ઘર વાપસી, શક્તિસિંહ ગોહિલની હાજરીમાં પાર્ટીમાં જોડાયા

આ અંગે કોંગ્રેસે કહ્યું કે, અમારા પરિવારમાં સૌરાષ્ટ્રનું હ્રદય કહેવાય એવા રાજકોટમાંથી આગેવાનો જોડાયા છે. કોંગ્રેસ પક્ષ સત્તા પડાવી લેવા માટે સંઘર્ષ નહિ ગુજરાતના હિત માટે અમે આગળ વધી રહ્યો છે. આ સેવા યજ્ઞમાં સૌ કોઈ જોડાઈ રહ્યા છે. આવે એનું સૌ કોઈનું સ્વાગત છે. આપવાનું હશે ત્યારે પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને પક્ષ આપશે.

વશરામ સાગઠિયા રાજકોટના મોટા નેતા છે, વશરામ સાગઠિયાને આમ આદમી પાર્ટીએ બરતરફ કર્યા હતા. વશરામ સાગઠિયાને પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ તમામ પદપરથી કરાયા સેવા નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા. વશરામ સાગઠિયા શક્તિસિંહ ગોહિલની પદયાત્રા બાદ કોંગ્રેસ કાર્યાલયમાં પણ જોવા મળ્યા હતા. ખાસ વાત છે કે, વશરામ સાગઠિયા તે સમયે ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. રાજકોટ ગ્રામ્યની બેઠકમાંથી વશરામ સાગઠીયા વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.

ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓને દિલ્હીનું તેડું
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એકબાદ એક પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે. કોંગ્રેસની કથળતી જતી સ્થિતિને લઈ રાજ્યના અગ્રણી નેતાઓને દિલ્હીથી તેડું આવ્યું છે. રાહુલ ગાંધીએ ગુજરાતના નેતાઓને મુલાકાત માટે બોલાવ્યા છે. 22મી જૂનના રોજ રાહુલ ગાંધી આગામી લોકસભાની ચૂંટણી માટે મંથન કરશે અને ગત વર્ષે રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી સમીક્ષા કરશે. ઉપરાંત ફેકટ ફાઇડિંગ કમિટીના અહેવાલ અંગે રાહુલ ગાંધી સમીક્ષા  કરશે. નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા સહિતના નેતાઓ દિલ્હી જશે.ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન અંગે થોડા દિવસ પહેલા  મોટો ખુલાસો થયો હતો. જે મુજબ ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટનો વેપલો કર્યો હતો. કોંગ્રેસ હાઈકમાન્ડે મંજૂર કરેલા ઉમેદવારોનો ગુજરાતના નેતાઓએ સોદો કર્યો હોવાનો સનસનીખેજ ખુલાસો ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટમાં થયો  હતો. ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ 35 બેઠકો વેચી ખાધી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિધાનસભા 2022ની ચૂંટણીમાં 35 બેઠકો નેતાઓએ ઉમેદવારોને વેચી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 35 ઉમેદવારો પાસેથી રૂપિયા લઇને ટિકિટો આપી હોવાનો સત્ય શોધક કમિટીએ રિપોર્ટ આપ્યો હતો.

ગુજરાતમાં કોંગ્રેસ હારી તે એક કાવતરું હોવાનો પણ ફેકટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસને ખતમ કરવા માટેનું એક કાવતરું હોવાનું ફેકટ ફાઈન્ડિંગ કમિટીએ પોતાના રિપોર્ટ જણાવ્યું હતું. ઉમેદવારોને આર્થિક વ્યવહાર કરીને ટિકિટ આપવામાં આવી હોવાનો ફેકટ ફાઈન્ડિંગ કમિટીનો રિપોર્ટ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. આ ઉપરાંત રિપોર્ટમાં ઉમેદવારોની પસંદગીમાં વ્હાલા દવલાની નીતિ રાખવામાં આવી હોવાનું, ટિકિટ વહેંચણીમાં સામાજિક સમીકરણ અને ભૌગોલિક સમીકરણનો અભાવ હોવાનું જણાવાયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ
મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ
Embed widget