શોધખોળ કરો
Advertisement
હોટલની બહાર અભિનેતા રણવીર સિંહને મળવા અમદાવાદીઓનો ટોળાં વળ્યાં, જાણો પછી શું થયું?
અમદાવાદમાં રણવીર સિંહ પોતાની હોટલમાંથી એરપોર્ટ જવા નીકળ્યો હતો ત્યારે ચાહકો મોટી સંખ્યામાં જોવા મળ્યાં હતાં. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
અમદાવાદઃ બોલિવૂડ અભિનેતા રણવીર સિંહના ચાહકો સમગ્ર ભારતમાં જોવા મળે છે. રણવીર સિંહ જ્યાં પણ જાય ત્યાં ચાહકોના ટોળાં વળી જાય છે. હાલમાં જ અમદાવાદમાં રણવીર સિંહ પોતાની હોટલમાંથી એરપોર્ટ જવા નીકળ્યો હતો ત્યારે ચાહકો મોટી સંખ્યામાં જોવા મળ્યાં હતાં. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
સોશિયલ મીડિયામાં રણવીર સિંહનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે અમદાવાદમાં હોટલની બહાર ચાહકોની ભીડ વચ્ચે ફસાઈ ગયો હતો. રણવીરના બોડીગાર્ડ્સ માટે ચાહકોને કંટ્રોલમાં રાખવા મુશ્કેલ હતાં. જોકે, રણવીર પોતાની કારમાં બેસી ગયો ત્યાર બાદ તેણે હાથ હલાવીને ચાહકોનું અભિવાદન કર્યું હતું.
રણવીર સિંહ હોટલથી નીકળીને અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો ત્યારે ત્યાં પણ ચાહકોની ભીડ જોવા મળી હતી અને એરપોર્ટ પર રણવીર સાથે લોકો સેલ્ફી પણ લીધી હતી. રણવીર જેવો એરપોર્ટ પર આવ્યો ત્યારે ચાહકો સેલ્ફી માટે પડાપડી કરવા લાગ્યા હતાં.📷| Ranveer Singh mobbed by the fans at Ahmedabad airport, tonight ♥️ pic.twitter.com/8oT6ySNi1D
— Ranveer Singh TB (@Ranveertbt) January 23, 2020
યશરાજ બેનરની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’માં રણવીર સિંહ ગુજરાતી યુવકનું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મના શૂટિંગ માટે રણવીર સિંહ ઈડર આવ્યો હતો. અહીંયા રણવીર સિંહ પોતાના ક્રૂ મેમ્બરના એક્ટિવાની પાછળ બેસીને ઈડરના રસ્તાઓ પર નીકળ્યો ત્યારે ચાહકો મોટી સંખ્યામાં જમા થઈ ગયા હતાં.📷| Ranveer Singh spotted outside his hotel in Ahmedabad leaving to the airport, tonight ♥️ ( Video Credit: @/RanveerSinghsFanclub on IG)
— Ranveer Singh TB (@Ranveertbt) January 23, 2020
_
Fans cheering for him ♥️ pic.twitter.com/OZXxagAYz5
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement