Gujarat Bypolls Results 2025: વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલીયાની ભવ્ય જીત
Gujarat Bypolls Results 2025 Live Updates: વિસાવદર અને કડી વિધાનસભા બેઠકો પર 19 જૂને પેટાચૂંટણી યોજાઈ હતી. 23 જૂનથી મતગણતરી શરૂ થઈ રહી છે. થોડા સમયમાં વલણો આવવાનું શરૂ થશે.
LIVE

Background
Gujarat Bypolls Results 2025 Live Updates: વિસાવદર અને કડી બેઠકો પર પેટાચૂંટણીના આજે પરિણામો આવશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણીને લઈને 56.89 ટકા જેટલું મતદાન થયું હતું. કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરી યોજાશે.
ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા
વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની નિશ્ચિત જીત ઉપર આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, વિસાવદરની જનતાનો ખુબ ખુબ આભાર. વિસાવદરની જનતાએ આખા ગુજરાતને સંદેશ આપ્યો છે ભાજપને જો કોઈ હરાવી શકે એમ હોય તો તે આમ આદમી પાર્ટી છે. આ પેટા ચૂંટણી એક યુદ્ધ હતું. ભાજપની સામ-દામ દંડ ભેદની કોઈપણ નીતિ કામ ન આવી. ગોપાલ ઇટાલીયા સહિત આ તમામ યુવા શક્તિની જીત છે છે. અમે અમારી સીટ પાછી જીતી છે. તમામ કાર્યકર્તાઓ અને શીર્ષ નેતૃત્વની મહેનતનું આ પરિણામ છે.
ગોપાલ ઈટાલિયાનો 17 હજાર 581 મતથી વિજય
વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાનું વિધાનસભા પહોંચવાનું નિશ્ચિત છે. વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાનો 17 હજાર 581 મતથી વિજય થયો છે. વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે AAPને 75,906 મત મળ્યા છે. જ્યારે 21 રાઉન્ડના અંતે ભાજપને 58,325 મત મળ્યા છે, તો બીજી તરફ વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે કોંગ્રેસને 5,491 મત મળ્યા છે. વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની પ્રચંડ જીતથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિસાવદરમાં એકલા ઈટાલિયાને 51 ટકાથી વધુ મત મળ્યા છે.





















