Ahmedabad Rain: અમદાવાદમાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, પ્રિમોન્સૂન પ્લાનનો સત્યાનાશ
અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. બપોર પડતા જ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વસ્ત્રાલ, નિકોલ,નરોડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
અમદાવાદ : અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. બપોર પડતા જ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વસ્ત્રાલ, નિકોલ,નરોડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શાહીબાગ, આશ્રમ રોડ, પાલડી, રાણીપ, વાડજ,ઘાટલોડિયામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. શેલા, શિલજ, બોપલ, સાયન્સ સિટીમાં ધોધમાર વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ
એસજી હાઈવે, સરખેજ , પ્રહલાદનગર, શ્યામલ, જીવરાજ પાર્ક, શિવરંજની સહિતના વિસ્તારોમાં બપોરબાદ ધોધમાર વરસાદ પડ્યો છે. આગામી ત્રણ કલાક અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વરસાદ રોકાયા બાદ પણ રસ્તાઓ પર પાણી ભરેલા છે. પાણી ભરાવવાના કારણે વાહન ચાલકો અટવાયા છે. અડધો કલાકના વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. માણેકબાગ, પાલડી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે.
પાણી ભરાવવાના કારણે ટ્રાફિકજામની સમસ્યા
અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ છે. પાણીમાં અનેક વાહનો ચાલકો અટવાયા હતા. પાણી ભરાવવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા થઈ છે. આંબાવાડી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. માણેક બાગ વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગટરોમાંથી પાણી બેક થવાની શરૂઆત થઈ છે. પ્રથમ વરસાદમાં જ ગટરો ઉભરાવવાની સમસ્યાઓ સામે આવી છે. શહેરના પોશ વિસ્તારની આવી સ્થિતિ થઈ છે.
ઉસ્માનપુરામાં 3 વાગ્યા સુધીમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. ચાંદખેડા વિસ્તારમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. રાણીપ વિસ્તારમાં અડધો ઈંચ, સાયન્સ સિટી વિસ્તારમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. ચાંદલોડિયામાં અડધો ઈંચ વરસાદ, સરખેજ, મકતમપુરા વિસ્તારમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો છે. અમદાવાદમાં 3 વાગ્યા સુધીમાં સરેરાશ પોણો ઈંચ વરસાદ વરસ્યો છે.
પ્રથમ વરસાદે જ પ્રિમોન્સૂન પ્લાનનો સત્યાનાશ
30 મિનિટના વરસાદમાં અમદાવાદ પાણી પાણી થયું છે. પ્રથમ વરસાદે જ પ્રિમોન્સૂન પ્લાનનો સત્યાનાશ થયો છે. આંબાવાડી,પાલડી, એલીસબ્રિજ વિસ્તારમાં પાણી ભરાયા છે. હેલ્મેટ સર્કલ, એસજી હાઈવે પર સર્વિસ રોડ પર પાણી ભરાયા છે. આંબાવાડીમાં પ્રિમોન્સૂન પ્લાનનો સત્યાનાશ થયો છે. AMCનો પ્રિમોન્સૂન પ્લાન ઠેક ઠેકાણે પાણીમાં ડૂબ્યો છે.
દર વર્ષની માફક આ વર્ષે પણ વેજલપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પ્રથમ વરસાદમાં જ મીઠાખળી અંડરપાસ બંધ કરવો પડ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ બાદ પણ પાણી રસ્તાઓ પર ભરેલા છે.
https://t.me/abpasmitaofficial