શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ક્યા ટોચના અધિકારીએ માસ્ક ના પહેરતાં થયો 1000 રૂપિયાનો દંડ, અધિકારીએ શું કર્યું ?
સમગ્ર રાજ્યમાંથી માસ્ક ન પહેરવા પર દંડ વસૂલાય છે. અત્યાર સુધી સરકારે લાખો રૂપિયાનો દંડ સામાન્ય જનતા પાસેથી વસૂલી લીધો છે. ત્યારે હવે શેઠની શિખામણ ઝાંપા સુધી જેવો ઘાટ અમદાવાદમાં સર્જાયો છે
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાંથી માસ્ક ન પહેરવા પર દંડ વસૂલાય છે. અત્યાર સુધી સરકારે લાખો રૂપિયાનો દંડ સામાન્ય જનતા પાસેથી વસૂલી લીધો છે. ત્યારે હવે શેઠની શિખામણ ઝાંપા સુધી જેવો ઘાટ અમદાવાદમાં સર્જાયો છે. માસ્ક ઉઘરાવવા મામલે એએમસી તંત્રની જ મોટી બેદરકારી સામે આવી છે. એક જાહેર કાર્યક્રમમાં ખુદ ડેપ્યુટી મ્યુનિ. કમિશનર નીતિન સંગવાન જ અયોગ્ય રીતે માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. એટલું જ નહિ, તેઓ જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યાં અનેક લોકોએ માસ્ક પહેર્યા ન હતા, છતાં તેઓએ કોઈ એક્શન ન લીધા.
તાજેતરમાં રવિવારે અમદાવાદમાં સાઇકલ ફોર ચેલેજ યાત્રા યોજાઈ હતી. પ્રારંભ અને અંત બિંદુ વિનાની આ અનોખી સાયકલ યાત્રામાં શહેરીજનોએ ફીટ રહેવાનો મેસેજ આપ્યો હતો. જોકે અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ ગુપ્તા દ્વારા આદેશ આપ્યા બાદ ડેપ્યુટી કમિશનર નીતિન સાંગવાન પાસેથી 1000 રૂપિયાનો દંડ વસૂલાયો હતો.
નોંધનીય છે કે, રવિવારે 2,800 સાયક્લિસ્ટે સાયક્લિંગ કરી બીજાને હેલ્ધી રહેવાનો મેસેજ આપ્યો હતો. એએમસીના સ્માર્ટ સિટી અમદાવાદ અને માય બાઈક દ્વારા ઈન્ડિયા સાયકલ ફોર ચેન્જ અંતર્ગત આ સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મણિનગર, વસ્ત્રાપુર, સેટેલાઈટ, ખાડિયા, મોટેરા વગેરે જેવા વિસ્તારથી શહેરીજનો જોડાયા હતા. આ રાઈડમાં 15 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના લોકોએ ભાગ લીધો હતો. લોકોએ પોતાના ઘરની આસપાસ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે 3 કિમીથી લઈને 20થી વધુ કિમી સાયક્લિંગ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion