શોધખોળ કરો
Advertisement
દિપેન ભદ્રેનના સ્થાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં DCP તરીકે કોની નિમણૂકની શક્યતા ? જાણો ક્યાં મહિલા અધિકારી છે રેસમાં ?
ગુજરાતની વિજય રૂપાણી સરકારે બદલીઓનો વધુ એક દોર હાથ ધરીને શનિવારે રાત્રે ત્રણ IPS અધિકારીની ટ્રાન્સફર કરી તેમાં દીપેન ભદ્રેનની બદલી ચર્ચાસ્પદ બની છે
ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે બદલીઓનો વધુ એક દોર હાથ ધરીને શનિવારે રાત્રે ત્રણ IPS અધિકારીની ટ્રાન્સફર કરી તેમાં દીપેન ભદ્રેનની બદલી ચર્ચાસ્પદ બની છે. દીપેન ભદ્રેનને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP પદેથી હટાવીને જામનગર જિલ્લા પોલીસ વડા (SP) બનાવાયા છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં DCP દિપેન ભદ્રેનની જગ્યાએ ગૃહ વિભાગે અન્ય કોઈની નિમણૂંક કરી નથી ત્યારે આ મહત્વના હોદ્દા પર કોણ આવશે એ ચર્ચા ચાલી રહી છે. હાલમાં વિરેન્દ્ર યાદવ, મયૂર ચાવડા અને ઉષા રાડાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં DCP તરીકે મૂકવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે. ચાવડા હાલમાં ગાંધીનગર જિલ્લા પોલીસ વડા છે જ્યારે યાદવ અમદાવાદ જિલ્લાના પોલીસ વડા છે. ઉષા રાડા સુરત જિલ્લા પોલીસ વડા તરીકે કામ કરે છે.
2007ની બેચના IPS અધિકારી દીપેન ભદ્રેનને હટાવી દેવાયા એ મુદ્દો પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે કેમ કે સરકાર સામાન્ય રીતે પોતાના માનીતા અધિકારીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP તરીકે મૂકે છે. સરકારની ગુડબુકમાં રહેલા દીપેન ભદ્રેનને પ્રમોશન અપાવાની અટકળો ચાલી રહી હતી ત્યારે તેમની બદલી કરાતાં ભદ્રેન હવે સરકારની ગુડ બુકમાં નથી રહ્યા એવી ચર્ચા ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement